મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

ભારે કરી: મોરબીમાં પાણી ન આવતા ઘરના પાણીના ટાંકામાં બેસીને આંદોલન કરવાની ઉચ્ચારી ચીમકી


SHARE









ભારે કરી: મોરબીમાં પાણી ન આવતા ઘરના પાણીના ટાંકામાં બેસીને આંદોલન કરવાની ઉચ્ચારી ચીમકી

મોરબીની પંચવટી સોસાયટીમાં રહેતા આસામીના ઘરે છેલ્લા 10 દિવસથી પાણી આવી રહ્યું નથી જેથી તેને મહાપાલિકામાં રજૂઆતો કરેલ છે તો પણ પાણી આવી રહ્યું નથી જેથી નારાજ થયેલા આસામીએ કલેક્ટર અને કમિશ્નરને રજૂઆત કરીને હવે પાણી ન આવે તો પાણીના ટાંકામાં બેસીને આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

મોરબીમાં કન્યા છાત્રાલયની પાછળ આવેલ પંચવટી સોસાયટી -2 માં રહેતા ચેતનભાઈ મનસુખભાઈ ભીલાએ હાલમાં કલેક્ટર અને કમિશનરને રજુઆત કરી છે. જેમાં જણાવ્યુ છેકે, તેમના ઘરે છેલ્લા 10 દિવસથી પાણી આવી રહ્યું નથી અને તેના માટે ગત તા. 13 લેખિતમાં રજૂઆત કરી હતી ત્યાર બાદ તા. 20 ના રોજ બીજી વખત રજુઆત કરેલ હતી તો પણ પાણી મળે તે માટે નક્કર કામ કરવામાં આવ્યું નથી જેથી હવે પાણી નહિ મળે તો તેઓ અન્નજળનો ત્યાગ કરીને પોતાના ઘરના પાણીના ટાંકામાં ઉપવાસ ઉપર ઉતારશે તેવી ચીમકી ઉચ્ચારી છે.




Latest News