મોરબીના સુમતીનાથ નગરમાં પાયલ આરોગ્ય નિકેતન ખાતે મેડિકલ કેમ્પનું આયોજન
SHARE
મોરબીના સુમતીનાથ નગરમાં પાયલ આરોગ્ય નિકેતન ખાતે મેડિકલ કેમ્પનું આયોજન
મોરબીના વાવડી રોડ સુમતીનાથ નગર પાયલ આરોગ્ય નિકેતન (કોલકતા) ખાતે મોરબીના પત્રકાર બીપીનભાઈ વ્યાસના સૌજન્યથી તા. 26 ને રવિવારે સવારે 11 થી 1:30 કલાક સુધી મેડિકલ કેમ્પનું આયોજન કર્યું છે.
આ એક દિવાસીય કેમ્પમાં ગુજરાત હોસ્પિટલના ડો. પાર્થ બીપીનભાઈ વ્યાસ દ્વારા સેવા આપવામાં આવશે. આ કેમ્પમાં જરૂરિયાત મંદ દર્દીને ત્રણ દિવસની દવા ફ્રીમાં આપવામાં આવશે. તેમજ જયસુખભાઈ પટેલ દ્વારા હાથ, પગ, કમરના સાંધાના દુ:ખાવા તેમજ વા ના દર્દીઓને પોઇન્ટ આપીને ફ્રી સારવાર આપવામાં આવશે. આ ઉપરાંત ડો. હસ્તી આર. મહેતા દ્વારા મહેતા ઔષધી ભંડાળ ઉપર ગાંધી બજાર કુબેરનાથ સામેની શેરી લુહાર ચાલ હુસેનપીરની દરગાહ પાસે મોરબી ખાતે માત્ર 100 રૂપિયામાં ફિઝિયોથેરાપી (કસરત) કરાવવામાં આવે છે.