મોરબીમાં જરૂરિયાત મંદ દીકરીની નર્સિંગની ફી ભરી આપતી મુસ્કાન વેલ્ફેર સોસાયટી
મોરબીમાં ત્રાજપર ચોકડી પુલ નિચે મૃત્યુ પામેલા અજાણ્યા આધેડની ઓળખ મેળવવા તજવીજ
SHARE
મોરબીમાં ત્રાજપર ચોકડી પુલ નિચે મૃત્યુ પામેલા અજાણ્યા આધેડની ઓળખ મેળવવા તજવીજ
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક અજાણ્યા આશરે 55 વર્ષના આધેડનું તા. 20/1 ના બપોરના 4:00 વાગ્યા પહેલા કોઇ પણ સમયે ત્રાજપર ચોકડી પુલ નિચે ફુટપાથ પર મોત નીપજયું હતું જેથી તેની લાશનું પોસ્ટ મોર્ટમ મોરબીની સિવિલે કરાવ્યુ હતું અને મૃતક આધેડે આછો બ્લુ કલરનો આખી બાઈનો શર્ટ તથા નિચે આછા ખાખી કલરનું ટ્રાઉસર પહેરેલ છે. તથા મોઢે સફેદ દાઢી હતી જેની હજુ સુધી કોઈ ઓળખ થયેલ નથી માટે લાશની ઓળખ કરવા મોરબી સરકારી હોસ્પિટલ ખાતે કોલ્ડસ્ટોરેજમા રાખવામા આવેલ છે જેથી આવી વ્યક્તિને કોઈ ઓળખતું હોય તો મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એ.એમ.ઝાપડીયાનો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે.