મોરબીમાં બંધ થઈ ગયેલ ધંધો ફરી ચાલુ ન થતાં યુવાને ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત હળવદના જુના દેવળીયા ગામે યુવાને ઘરમાં ન કરવાનું કરી નાખ્યું મોરબીની પાવડિયારી કેનાલ નજીક ગંદા પાણીની ગટરમાંથી કોહવાઈ ગયેલ હાલતમાં યુવાનનો મૃતદેહ મળ્યો મોરબીમાં મોઢેશ્વરી માતાજીનો પાટોત્સવ-નવચંડી યજ્ઞનું આયોજન મોરબીમાં કરોડો રૂપિયાની જમીનમાં ખોટી વારસાઈ એન્ટ્રી મુદ્દે થયેલ અરજીમાં કલેકટરે આપ્યો અરજદાર તરફે સ્ટે માળીયા (મી)ના વવાણીયા ગામે શિકાર કરવા ગયેલા યુવાનની હત્યા કરનારા તેના બે મિત્રોની ધરપકડ મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૭ મી ફેબ્રુઆરીએ યોજાશે મોરબી જિલ્લામાં વિવિધ સ્થળોએ રેલવે ભરતી માટે માર્ગદર્શનલક્ષી સેમિનારનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી નજીક રેઢી મળેલ ગાડીમાંથી દારૂનો જથ્થો ઝડપાયો: 4.92 લાખનો મુદામાલ કબજે, આરોપીની શોધખોળ


SHARE













મોરબી નજીક રેઢી મળેલ ગાડીમાંથી દારૂનો જથ્થો ઝડપાયો: 4.92 લાખનો મુદામાલ કબજે, આરોપીની શોધખોળ

મોરબી તાલુકાના ટીંબડી ગામની સીમમાં પાટીદાર ટાઉનશીપ સામે મોરબી માળીયા નેશન હાઇવે ઉપરથી મારૂતી સુઝુકી કાર પસાર થઈ રહી હતી જેને રોકવાનો પ્રયત્ન કરતાં કાર ચાલક તેની ગાડીને છોડીને નાશી ગયો હતો ત્યાર બાદ ગાડીને ચેક કરતાં તેમાંથી 660 લિટર દેશીદારૂ મળી આવેલ હતો જેથી કરીને 1.32 લાખનો દારૂ અને કાર સહિત કુલ 4.92 લાખનો મુદ્દામાલ કબ્જે કરેલ છે.

મોરબીના એસપી રાહુલ ત્રિપાઠીના માર્ગદર્શન અનુસાર જીલ્લામાં પોલીસ સ્ટાફ કામ કરે છે તેવામાં મોરબી તાલુકા પીઆઇ એસ.કે.ચારેલ સુચના મુજબ સર્વેલન્સ સ્ટાફના મણસો પેટ્રોલીંગમાં હતા ત્યારે ભગીરથભાઇ લોખીલ તથા અર્જુનસિંહ પરમારને સંયુકતરાહે બાતમી હકીકત મળેલ કે, બ્લુ કલરની મારૂતી સ્વીફટ કાર નં. જીજે 36 એએલ 5300 વાળી માં કૈફી પીણું ભરીને માળીયા (મિં) તરફથી મોરબી આવી રહ્યા છે જેથી કરીને આ બાતમી વાળી મોરબી તાલુકાના ટીંબડી ગામની સીમમાં પાટીદાર ટાઉનશીપ સામે મોરબી માળીયા નેશન હાઇવે ઉપરથી પસાર થયેલ હતી ત્યારે મોરબી તાલુકા પોલીસની ટીમે તેને રોકી હતી ત્યારે કાર ચાલક તેની કાર છોડીને નાશી ગયો હતો જેથી કરીને પોલીસે રેઢી પડેલ કારને ચેક કરી હતી ત્યારે તેમાંથી 660 લિટર દેશીદારૂ મળી આવેલ હતો જેથી કરીને 1.32 લાખનો દારૂ, એક મોબાઈલ ફોન અને કાર સહિત કુલ 4.92 લાખનો મુદ્દામાલ કબ્જે કરેલ છે. અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કારના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.








Latest News