મોરબી જેડ બ્લુમાં સિઝન સેલનો આજે છેલ્લો દિવસ : તમામ બ્રાન્ડમાં 50 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ
ટંકારાના લજાઈ પાસે ગોડાઉનમાં સીસીટીવી કેમેરા ન મૂકનાર માલિક સામે ગુનો નોંધાયો
SHARE







ટંકારાના લજાઈ પાસે ગોડાઉનમાં સીસીટીવી કેમેરા ન મૂકનાર માલિક સામે ગુનો નોંધાયો
ટંકારા તાલુકાના લજાઈ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં સંકલ્પ ગોડાઉનની બાજુમાં નામ વગરના ગોડાઉનની અંદર સીસીટીવી કેમેરા મુકવામાં આવ્યા ન હતા જેથી કરીને ગોડાઉનના માલિક સામે કલેક્ટરના જાહેરનામાના ભંગનો ગુનો નોંધીને ટંકારા પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી માહિતિ મુજબ થોડા દિવસો પહેલા એસએમસીની ટીમ દ્વારા લજાઈ નજીક આવેલ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ગોડાઉનની અંદર રેડ કરીને 180 પેટી દારૂનો જથ્થો પકડવામાં આવ્યો હતો ત્યારબાદ તે વિસ્તારમાં બે ગોડાઉનની અંદર સીસીટીવી કેમેરા મુકવામાં આવ્યા ન હતા જેથી કરીને તેને માલિકો સામે કલેકટરના જાહેરનામાના ભંગનો ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી ત્યારબાદ લજાઈ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલ શ્રી સંકલ્પ ગોડાઉનની બાજુમાં આવેલ નામ વગરના ગોડાઉનને ચેક કરવામાં આવ્યું હતું ત્યારે તેમાં પણ સીસીટીવી કેમેરા મુકવામાં આવ્યા ન હતા જેથી કરીને કલેક્ટરના જાહેરનામાનો ભંગ થતો હોવાથી ગોડાઉનના માલિક રમેશભાઈ દેવરાજભાઈ પરમાર (45) રહે. ચામુંડા પાન તપોવન વિદ્યાલયની પાછળ મોરબી વાળાની સામે ગુનો નોંધીને પોલીસે તેને પકડીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી
વરલી જુગાર
મોરબીની ત્રાજપર ચોકડી પાસે જાહેરમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની હકીકત આધારે સ્થાનિક પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી વરલીના આંકડા લેતા ધરમશી ઉર્ફે લાલો રાજુભાઈ ગણેશિયા (27) રહે. ત્રાજપર ચોરાવાડી શેરી મોરબી વાળો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસ તેની પાસેથી 1,550 ની રોકડ કબજે કરી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધેલ છે આવી જ રીતે મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાં કોરલ સિરામિકની સામે બાવળીની જાળીમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોય હકીકત આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે જીગ્નેશ રાજુભાઈ ચૌહાણ (32) રહે ભડીયાદ રોડ જીજે 36 પાનની સામે મોરબી વાળો જુગારના આંકડા લેતા મળી આવ્યો હોય પોલીસે 300 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.

