ટંકારાના લજાઈ પાસે ગોડાઉનમાં સીસીટીવી કેમેરા ન મૂકનાર માલિક સામે ગુનો નોંધાયો
મોરબીના લોકોને મૂળભૂત-માળખાગત સુવિધાઓ સારી રીતે મળે તેના માટેનો મહાપાલિકામાં રોડ મેપ તૈયાર: સ્વપ્નિલ ખરે
SHARE






મોરબીના લોકોને મૂળભૂત-માળખાગત સુવિધાઓ સારી રીતે મળે તેના માટેનો મહાપાલિકામાં રોડ મેપ તૈયાર: સ્વપ્નિલ ખરે
26 મી જાન્યુઆરીની મોરબી મહાપલિકામાં પટાંગણમાં કમિશ્નર સ્વપ્નિલ ખરેના હસ્તે તિરંગો ખુલ્લા આકાશમાં લ્હેરાવીને રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ત્યારે ખાસ કરીને મોરબીના લોકોને રોડ, રસ્તા, લાઇટ, પાણી વિગેરે મૂળભૂત અને માળખાગત સુવિધાઓ સારી રીતે મળે તેના ઉપર મહાપાલિકાની ટીમનું ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે અને મોરબી મહાપાલિકાનો નવો લોગો પણ આજે કમિશ્નર અને ધારાસભ્યની હાજરીમાં જાહેર કરવામાં આવ્યો હતો
મોરબી જીલ્લામાં આન બાન અને શાનથી 76 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવેલ છે ત્યારે નવરચિત મોરબી મહાપાલિકાના પટાંગણમાં આજે પહેલા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે કમિશ્નર સ્વપ્નિલ ખરેના હસ્તે તિરંગાને ખુલ્લા આકાશમાં લહેરાવવામાં આવ્યો હતી ત્યારે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ડેપ્યુટી કમિશ્નર કુલદીપસિંહ વાળા અને સંદીપભાઈ સોની સહિતના અધિકારીઓએ અને રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા અને તિરંગાને સલામી આપી હતી. ત્યાર બાદ મોરબી મહાપાલિકાનો નવો લોગો કમિશ્નર અને ધારાસભ્યની હાજરીમાં જાહેર કરવામાં આવ્યો હતો અને લોગો બનાવનાર સંસ્થાને 21 હજારનું ઈનામ પણ આપવામાં આવ્યું હતું.
ત્યાર બાદ કમિશ્નર સ્વપ્નિલ ખરે દ્વારા નગરજનોને સંબોધન કરવામાં આવ્યું હતું ત્યારે તેમણે કહ્યું હતું કે, ગાંધીજી, અંબેડકર અને અન્ય મહાન વ્યક્તિઓના સ્વપ્નોને સાકાર કરતું સંવિધાન ભારતના વિકાસ અને પ્રગતિનો આધારસ્તંભ છે. અને ખાસ કરીને મોરબીમાં 1979 માં આવેલ હોનારત પછી મોરબીના લોકોએ અશક્યને શક્ય કરી બતાવ્યું છે અને માત્ર પુનઃનિર્માણ જ નહીં, પણ એક ઔદ્યોગિક નગર તરીકે દેશ વિદેશમાં આજની તારીખે મોરબી ઓળખાઈ છે. ત્યારે મોરબી જીલ્લામાં મુખ્ય મથક મોરબી પાલિકાને મહાપાલિકાનો દરરજો આપવાથી નગરનો સર્વાગી વિકાસ થશે અને માળખાગત તેમજ મૂળભૂત સુવિધાઓ સારી રીતે લોકોને મળતી રહે તેના ઉપર મહાપાલિકાની ટીમનું મુખ્ય ફોકસ રહેશે.
વધુમાં તેમણે કહ્યું હતું કે, અગાઉ મહાપાલિકા બની છે ત્યાં 50 વર્ષે જેવી સુવિધાઓ મળી રહી છે તેવી જ સુવિધાઓ મોરબીમાં 10 વર્ષમાં મળતી થઈ જાય તેના માટેનો રોડમેપ તૈયાર કરવામાં આવેલ છે અને અને મહાપાલિકાની સેવાઓને વધુ સક્ષમ અને અસરકારક બનાવવા જરૂરીયાત મુજબનું નવું મહેકમ મંજુર કરવા માટે ટુંક સમયમાં જ સરકારમાં દરખાસ્ત કરવામાં આવશે અને મંજૂરી મેળવીને સ્ટાફની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. તેની સાથોસાથ નવો ડીપી પણ બનાવવામાં આવશે અને ટેક્નોલોજીનો ઉપયોગ કરીને લોકોની સુવિધામાં વધારો કરાશે.
ખાસ કરીને દબાણો હટાવવા, ટ્રાફિકની સમસ્યા ઉકેવી, બગીચાઓની કાયાકલ્પ કરવી વિગેરે જેવા કામ હાલમાં હાથ ઉપર લેવામાં આવેલ છે અને ભવિષ્યમાં નવા બાગોનું નિર્માણ પણ કરવામાં આવશે તેમજ લોકોની ફરિયાદો કે સમસ્યાઓ હોય તેનો ઝડપથી નિકાલ થાય તેવી વ્યવસ્થાને ઊભી કરવામાં આવશે. જો કે, લોકોની સુખાકારીમાં વધારો થાય તેના માટે જે કામગીરી મહાપાલિકા દ્વારા કરવામાં આવે તેમાં લોકોનો સહયોગ અને સહાય મળે તેવી અપીલ કરી હતી. અને અંતમાં મોરબીના સ્પેલિંગનો મતલબ સમજાવતા કમિશ્નરે કર્યું હતું કે, M મોર્ડન સેનિટેશન, O રીમૂવિંગ ઓપન ડ્રેનેજ, R રોડ ઇન્ફ્રાસ્ક્ચર, B સિટી બ્યુટિફિકેશન અને I ઇન્ટરનેટ ગવર્નન્સ નું અમલીકરણ મહાપાલિકા દ્વારા કરવામાં આવશે.


