મોરબીના જિલ્લા વિકાસ અધિકારી દ્વારા રેલવે રિકૃમેન્ટમાં અરજી કરવા આહવાન
Morbi Today
મોરબી મહાનગરપાલિકા દ્વારા મહારાણા પ્રતાપ સર્કલથી માળિયા ફાટક અને મહારાણા પ્રતાપ સર્કલથી ત્રાજપર ચોકડી સુધીના ૧૦૦ જેટલા કાચા-પાકા દબાણો દૂર કરાયા
SHARE
મોરબી મહાનગરપાલિકા દ્વારા મહારાણા પ્રતાપ સર્કલથી માળિયા ફાટક અને મહારાણા પ્રતાપ સર્કલથી ત્રાજપર ચોકડી સુધીના ૧૦૦ જેટલા કાચા-પાકા દબાણો દૂર કરાયા
મોરબી મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ મોરબીના મુખ્ય માર્ગોની આસપાસમાં જે દબાણ વર્ષોથી થયેલા છે તે દબાણ હટાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે અને ખાસ કરીને મોરબીના મુખ્ય જે માર્ગો છે તેના ૨૮ કિલોમીટરના રસ્તા ઉપર જે કોઈ નાના મોટા કાચા પાકા દબાણો છે તેને દૂર કરવા માટેની કામગીરી છેલ્લા ઘણા દિવસોથી કરવામાં આવી રહી છે અને તેના ભાગરૂપે વન વિક વન વોર્ડ અંતર્ગત આજે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં મહારાણા પ્રતાપ સર્કલથી ત્રાજપર ચોકડી અને માળિયા ફાટક ચોકડી સુધીના રસ્તા ઉપર રોડની બંને બાજુએ થયેલા કાચા પાકા નાના-મોટા તમામ દબાણોને દૂર કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને આ તકે મોરબીના મ્યુનિસીપલ કમિશનર સ્વપ્નિલ ખરે સહિતનો સ્ટાફ ત્યાં હાજર રહ્યો હતો અને સરકારમાંથી પણ ખાસ કરીને દબાણ દૂર કરવા માટે મુખ્યમંત્રી દ્વારા જ્યારે સૂચના આપવામાં આવી છે ત્યારે મોરબી શહેરી વિસ્તારમાં લોકોને રોડ રસ્તા ઉપર ટ્રાફિક સહિતના જે પ્રશ્નો ઊભા થાય છે તેમાંથી મુક્તિ મળે તે માટે થઈને મહાનગરપાલિકાના કમિશ્નરના આદેશ મુજબ દર અઠવાડિયે એક રોડ ઉપરથી દબાણ દૂર કરવા માટેની હાલમાં કામગીરી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે આજે અંદાજે ૧૦૦ જેટલા દબાણોને દૂર કરવામાં આવ્યા છે અને આગામી સમયમાં પણ દર બુધવારે આવી જ રીતે કોઈને કોઈ એક વોર્ડની અંદર એક રોડ ઉપરના દબાણો દૂર કરવા માટેની કામગીરી ચાલુ રાખવામાં આવશે તેવું અધિકારી પાસેથી જાણવા મળેલ છે.









