મોરબીના વીસીપરા વિસ્તારમાં જુદાજુદા ટ્રેકટરોમાંથી 6 બેટરીની ચોરી હળવદના પ્રતાપગઢ ગામે ભૂલથી એસિડ પી ગયેલ વૃદ્ધનું મોત: આમરણ ગામના આધેડને શ્વાસ લેવા તકલીફ થાય બાદ મોત મોરબી પીજીવીસીએલમાં માલસામાન-સ્ટાફ ન ઘટ, સમયસર કામ ન થવું સહિત 65 પ્રશ્નોનો મંત્રીની સમિક્ષા બેઠકમાં ઢગલો મોરબીમાં ક્લબ-35 મહિલા વેલનેસ ક્લબ દ્વારા ચાલ સખી જીવી લઈએ કાર્યક્રમ યોજાયો મોરબીના રામધન આશ્રમ ખાતે ઋષિ પાંચમ-રામદેવપીર પ્રાગટ્ય મહોત્સવ ઉજવાશે મોરબીમાં પિતાનાં ત્રાસથી કંટાળી ઘરેથી નીકળી ગયેલ બે કિશોરીઓનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી અંતર્ગત આયુર્વેદ-હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પનું આયોજન મોરબીમાં સગીરાનું અપહરણ - દુષ્કર્મના ગુનામાં આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં સ્વતંત્ર દિવસની ઉજવણી જરૂરીયાતમંદો માટે સેવા કેમ્પ યોજીને


SHARE





મોરબીમાં સ્વતંત્ર દિવસની ઉજવણી જરૂરીયાતમંદો માટે સેવા કેમ્પ યોજીને

મોરબીમાં ૨૬ મી જાન્યુઆરીના રોજ મેડીકલ કેમ્પ યોજાયો હતો.અહીંના ડૉ.હસ્તીબેન મહેતાના ૧૬૦ માં એક દિવસીય કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં બિપીનભાઈ વ્યાસ (પત્રકાર) દ્વારા તેમના દિકરા ડો પાર્થ વ્યાસના દવખાનું સુમતીનાથનગર વાવડી રોડ ખાતે શરૂ કરાતા તે નિમિતે એક દિવસીય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ.જેમાં દરેક દર્દીઓનું વજન કરી ત્રણ દિવસની દવા સાથે  ૪૦ થી વધુ દર્દીનું બ્લડ સુગર તેમજ ૪૫ દર્દીનું બીપી ચેકઅપ કરી આપવામાં આવેલ.આ કેમ્પ જયસુખભાઈ ભાલોડિયા દ્વારા વા, સાંધા, ઘૂંટણના દર્દીઓને પોઇન્ટની વિશેષ સારવાર આપીને ૫૦ જેટલા દર્દીને રાહતનો અહેસાસ થયો.તેમજ આંખના ડો.સુરેશભાઈ કાલરીયા દ્વારા ૪૦ થી વધુ દર્દીની આંખ ચેક કરીને દવા સાથે ટીપાં પણ આપવામાં આવેલ.આ કેમ્પ ને સફળ બનાવવા બિપીનભાઈ વ્યાસ તેમનો પરિવાર અને મિત્રો સાથે સુમતિનાથના પૂજારી નગીનભાઈ વગેરેએ જહેમત ઉઠાવીને સુદર  રીતે કાર્યવાહી કરેલ.કેમ્પ સહાયક ચંદ્રલેખા મેહતા, દર્શન ત્રીવેદી, જનક ભટ્ટ કોઠારીભાઈએ સેવા આપેલ.આ તકે ડો.પાર્થ વ્યાસને ઘણા લોકો દ્વારા દવાખાનાના શુભારંભ માટે શુભેરછા આપેલ.

તેમજ સ્વજનની પુનિત યાદમાં તા.૨૪-૧-૨૫ ના ડો.હસ્તીબેન મેહતાના ૧૫૯ ના એક દિવસીય કેમ્પનું આયોજન માતુશ્રી હેમબેન ધીરજલાલ કારિયા (ખોડીયાર મઢુલી) હસ્તે સુપુત્ર ઘોઘુભાઈ કારિયા દ્વારા માટેલ ખોડીયાર મંદિર ખાતે એક દિવસીય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ.જેમાં ૧૫૦ થી પણ વધુ  દર્દીનું વજન કરી ત્રણ દિવસની દવા સાથે  ૭૦ થી વધુ દર્દીનું બ્લડ સુગર તેમજ ૭૦ દર્દીનું બીપી ચેકઅપ કરી  આપવામાં આવેલ.આ કેમ્પ જયસુખ ભાલોડિયા દ્વારા વા, સાંધા, ઘૂંટણ, ના દર્દી ઓને પોઇન્ટ ની વિશેષ સારવાર આપીને ૮૦  જેટલા દર્દી ને રાહત નો અનુભવ કરાવ્યો.સાથે ડો સુરેશભાઈ કાલરીયા દ્વારા માટેલ સ્કૂલ ની બાલિકા તેમજ  બીજા ૭૦ દર્દીઓની આંખ પણ તપાસી દવા તેમજ આંખના ટીપાંનું વિતરણ પણ કર્યું.આ કેમ્પને સફળ બનાવવા દાતા પરિવારના રૂચિરભાઈ કારીયા, ગૌરવભાઈ, જતીનભાઈ તેમજ મંદિરના પૂજારી વિશાલભાઈ તેમજ સમગ્ર સ્ટાફે જહેમત ઊઠાવી  જહેમત ઉઠાવીને સુદર  રીતે કાર્યવાહી કરેલ.કેમ્પ સહાયક ચંદ્રલેખાબેન, દર્શનાબેન ત્રિવેદી, કૌશિકા રાવલ, તોષા રાવલ, ઋચિતા પંડ્યા,તેમજ રૌદ્રએ સેવા આપેલ.




Latest News