મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ મોરબી જિલ્લાના સરતાનપર રોડ ઉપર કોઝવેમાં આખો ટ્રક તણાઈ ગયો મોરબીના નગર દરવાજા ચોકમાં ચાલુ વરસાદે વીજ લાઈનમાં શોર્ટ સર્કિટના લીધે કડાકા ભડાકા થતા લોકોમાં નાસભાગ મોરબી એસપી રોડના ખુણે 122 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો, એકની શોધખોળ મોરબીમાં વોર્ડ નં-2 મહીલા કોર્પોરેટર રાજીનામું આપવા ભાજપ કાર્યાલય પહોચ્યા
Breaking news
Morbi Today

મોરબી ડિસ્ટ્રિક્ટ બિલ્ડર્સ એન્ડ લેન્ડ ડેવલપર્સ એસો.દ્રારા મ્યુનિસિપલ કમિશનરને મળી બાંધકામ નિયમો અને મંજુરી અંગે કરાઇ રજુઆત


SHARE







મોરબી ડિસ્ટ્રિક્ટ બિલ્ડર્સ એન્ડ લેન્ડ ડેવલપર્સ એસો.દ્રારા મ્યુનિસિપલ કમિશનરને મળી બાંધકામ નિયમો અને મંજુરી અંગે કરાઇ રજુઆત
 
મોરબી જિલ્લા બિલ્ડર્સ એન્ડ લેન્ડ ડેવલોપર્સ એસોસિયેશનના હોદેદારો અને આગેવાનો દ્વારા મોરબી મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરેને મળીને શહેર અને જિલ્લા વિસ્તારમાં બાંધકામ નિયમોની બાબતો અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી.તેમજ બંધ પડેલ બાંધકામ મંજૂરીઓ બાબતે યોગ્ય નિર્ણય કરીને બાંધકામ મંજૂરીઓ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.આ તકે પ્રમુખ સંતોષભાઈ શેરસીયા, ઉપ પ્રમુખ રૂચિરભાઈ કારીયા, પરેશભાઇ પટેલ, ડી.એલ.રંગપરીયા, શામજીભાઇ રંગપરીયા સહીતના હાજર રહ્યા હતા.
 
રજૂઆતમાં જણાવવામાં આવ્યુ હતુ કે, મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં ઓનલાઈન બાંધકામ મંજૂરી ઝડપથી તેમજ સરળતાથી મળી રહે તેવી વ્યવસ્થા કરવી જોઇએ, મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં ગામતળ વિસ્તારમાં ૨.૦ તેમજ ગામતળ સિવાયના વિસ્તારમાં ૧.૮ એફ.એસ.આઇ. ગુજરાત સરકારશ્રીના CGDCR મુજબ હાલ મળે છે તેમાં વધારો કરવામાં આવે જેથી બાંધકામ ઉદ્યોગને વેગ મળી રહે. ગુજરાત સરકારશ્રીના CGDCR મુજબ મોરબી હાલ ડી૪ કેટેગરીમાં આવે છે તેમાં ફેરફાર કરીને ડીએકસ કેટેગરીમાં સમાવવામાં આવે જેથી કરીને મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં રાજકોટ, અમદાવાદ, સુરત જેવા શહેરોની જેમ હાઇરાઇઝ બિલ્ડીંગોનું નિર્માણ થઈ શકે.
 
મોરબી મહાનગરપાલિકા વિસ્તારનો નવો ડેવલપમેન્ટ પ્લાન (ડીપી) ઝડપથી બનાવવામાં આવે જેના પરથી મોરબી મહાનગરપાલિકા વિસ્તારનો ટાઉન પ્લાન (ટીપી) બની શકે જેથી કરીને મોરબીના નગરજનોને મહાનગરપાલિકાની પાયાની સુવિધાઓનો લાભ મળી २હે, કાયમી ટાઉનપ્લાનિંગ અધિકારીની નિમણૂક કરવામાં આવે જેથી કરીને બાંધકામ ઉદ્યોગને લગતા પ્રશ્નોનો ઝડપથી નિકાલ થઈ શકે.જુના મોરબી શહેર કે જયાં દુકાનનું ક્ષેત્રફળ ૨૫ ચોરસ મીટર કરતા ઓછું હોય આવી દુકાનોનું બાંધકામ નિયમો મુજબ નવીનીકરણ શક્ય ન હોય આવા કિસ્સામાં માર્જિનની જગ્યા છોડયા વગર જી+૧ સુધીનું બાંધકામ કરવાની પરવાનગી આપવામાં આવે જેથી કરીને જૂના શહેરનું નવીનીકરણ થઈ શકે.તેવી રજૂઆતો કરવામાં આવી હતી





Latest News