મોરબીમાં ભરણપોષણની ચડત રકમ નહીં ચુકવનારને કોર્ટે સજા ફટકારી
SHARE









મોરબીમાં ભરણપોષણની ચડત રકમ નહીં ચુકવનારને કોર્ટે સજા ફટકારી
મોરબીના મહિલાને તેમના પતિ સાથે અણબનાવ હોય તેણી દ્વારા તેમના પતિ વિરૂદ્ધ ભરણપોષણની અરજી કરવામાં આવી હતી.જેમાં ભરણપોષણ નક્કી થયું હતું અને બાદમાં ભરણપોષણની રકમ ભરવામાં આવતી ન હોય રકમ ચડત થઈ ગઈ હતી.જેના બાબતે કોર્ટમાં દાદ માંગવામાં આવતા કોર્ટ દ્વારા ભરણપોષણની રકમ નહીં ચૂકવનારને હાલ સજા ફટકારવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.
આ કેસની હકીકત જોઈએ તો, અરજદાર જશવંતીબેન દેવરાજભાઈ ડાભી રહે.મેઘાણીની વાડી, નરસંગ ટેકરી પાછળ, રવાપર રોડ, મોરબી વાળાએ તેમના પતિ પ્રકાશભાઈ તરશીભાઈ જાદવ, રહે.ધુળકોટીયાની વાડી, બોરીયા પાટી, લીલાપર રોડ, મોરબી સામે નામ.ફેમીલી કોર્ટમાં ભરણપોષણ મેળવવા માટે અરજી કરેલ હતી.જે અરજીમાં તા.૧૦-૫-૨૪ ના રોજ દર મહિને ૫૦૦૦ ચુકવવા હુકમ કરેલ હતો.જેથી અરજદારને ભરણપોષણની રકમ ચુકવવી ન આપતા રૂા.૭૦,૦૦૦ ચડત ભરણપોષણ વસુલ મેળવવા અરજી કરેલ હતી.જે સામાવાળાએ રકમ ન ભરવાને કારણે નામદાર કેમીલી કોર્ટના જજ એ.એમ.વાનાણી દ્રારા પ્રકાશભાઈ તરશીભાઈ જાદવને તા.૨-૧-૨૫ ના રોજ ૨૧૦ દિવસનો જેલનો હુકમ કરવામાં આવેલ છે.જે કેસમાં અરજદાર તરફે એડવોકેટ તરીકે મોરબીનાં યુવા એડવોકેટ સતીષભાઈ કંઝારીયા તથા બી.એમ.પરમાર રોકાયેલ હતા.
