વાંકાનેરની ઢુવા ચોકડી નજીક બ્રિજ પાસે ઝેરી દવા પી ગયેલ યુવાન મોરબી સારવારમાં
ટ્રાફિક પોલીસ ઉપર ઘાત: મોરબીમાં રિક્ષા ચાલક પોલીસ કર્મચારીને હડફેટે લઈને નાશી ગયો !
SHARE
ટ્રાફિક પોલીસ ઉપર ઘાત: મોરબીમાં રિક્ષા ચાલક પોલીસ કર્મચારીને હડફેટે લઈને નાશી ગયો !
મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનની સામે ફરજ ઉપર રહેલા ટ્રાફિક પોલીસે રિક્ષાને રોકવા માટેનો પ્રયાસ કર્યો હતો ત્યારે રિક્ષા ચાલક પોલીસ જવાનને હડફેટે લઈને તેની રિક્ષા લઈને નાશી ગયેલ છે જેથી ઇજા પામેલા પોલીસ જવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને બનાવની નોંધ કરીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.
બનવાની જાણવા મળતી માહિતી મુજબ મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના ઢવાણા ગામના રહેવાસી અને હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટાફ ક્વાર્ટર ખાતે રહેતા અને ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા રમેશભાઈ દેવજીભાઈ સોલંકી (41) તેઓની ફરજ ઉપર હતા અને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનની સામે હતા ત્યારે અજાણી રિક્ષાનો ચાલક તેની રિક્ષા લઈને જતો હતો તેને રિક્ષા રોકવા માટે કહ્યું હતું જો કે, રિક્ષા ચાલક તેને હડફેટે લઈને નાશી ગયો હતો જેથી કરીને અકસ્માત થયો હતો અને અકસ્માતના આ બનાવમાં ઈજા પામેલા રમેશભાઈ સોલંકીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાં તેઓને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ હિતેશભાઈ મકવાણા દ્વારા કરવામાં આવી છે જો કે, ઘટના જે જગ્યાએ બની હતી ત્યાંથી રિક્ષા ચાલક તેનું વાહન લઈને નાશી ગયેલ છે અને સીસીટીવીમાં તેનું વાહન દેખાતું નથી જેથી હજુ સુધી આ બાબતે કોઈ ફરિયાદ નોંધાયેલ નથી.
યુવાન સારવારમાં
મૂળ એમપીનો રહેવાસી વિનોદ મંગાભાઈ પટેલિયા (23) નામનો યુવાન પીપળી રોડ ઉપર ન્યારાના પેટ્રોલ પંપ નજીક કામ કરી રહ્યો હતો દરમિયાન ઊંચાઈ ઉપરથી નીચે પટકાતા તેને ઇજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
બાળકી સારવારમાં
મોરબી તાલુકાના જૂની પીપળી ગામે રહેતા સંજયભાઈ ભટ્ટીની દીકરી જાનવી ભટ્ટી (13) તેના પિતાના બાઈકમાં બેસીને જઈ રહી હતી ત્યારે કોઈ કારણસર તે બાઈકમાંથી નીચે પટકાતા તેને શરીરે ઇજાઓ થઈ હોવાથી સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.