મોરબીના ત્રણ સિરામિક કારખાનામાં પેટકોક વપરાતું હોય ક્લોઝર નોટિસ ફટકારી વીજ કનેક્શન કટ કર્યા: જીપીસીબી મોરબીના નવલખી રોડે કાચા-પાકા દબાણો ઉપર બુલડોઝર ફેરવી દીધું: ગેરકાયદે મકાનોને અપાશે નોટિસ મોરબી તાલુકા વિસ્તારમાં આંટાફેરા કરતો દીપડો ચકમપર ગામેથી પાંજરે પુરાયો મોરબીના આમરણ પાસે ખાનગી બસ પલ્ટી જતા મહેસાણાથી દ્વારકા પુનમ નિમિતે દર્શને જતાં 35 પૈકીનાં 17 સ્ત્રી-પુરૂષોને ઇજા થતાં સારવારમાં માળીયા (મી)ના દેરાળા ગામે ઝેરી દવા પી ગયેલ પરણીતાનું સારવાર દરમ્યાન મોત વાંકાનેરમાં ટ્રેન આડે પડતું મૂકીને આધેડે જીવન ટૂંકાવ્યું વાંકાનેરની મીલ સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સ પકડાયા મોરબી OSEM CBSE સ્કુલના કોમર્સના વિદ્યાર્થીઓએ બેંકની મુલાકાત લીધી
Breaking news
Morbi Today

હળવદના વેગડવાવ રોડે બાઇકને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત વૃદ્ધ સારવારમાં


SHARE













હળવદના વેગડવાવ રોડે બાઇકને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત વૃદ્ધ સારવારમાં

હળવદ તાલુકાના વેગડવાવ રોડ ઉપર વાડી પાસેથી બાઈક લઈને જઈ રહેલા વૃદ્ધના બાઇકને કાર  ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો જેમાં બાઈક લઈને જઈ રહેલા વૃદ્ધને માથામાં હેમરેજ તથા પગમાં ફેક્ચર જેવી ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવ સંદર્ભે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાયેલ છે

જાણવા મળતી માહિતી મુજબ ધાંગધ્રા તાલુકાના કંકાવટી ગામના રહેવાસી અબ્બાસભાઈ હસનભાઈ માણેકિયા (65)એ ગાડી નંબર જીજે 36 એસી 8634 ના ચાલક સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તેઓ વેગડવા હળવદ રોડ ઉપર રહેતા રહેમાનચાંદ લોલાડીયાની વાડી પાસેથી પોતાનું બાઈક નંબર જીજે 13 આરઆર 2233 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે કાર ચાલકે તેના બાઈકને હડફેટે લીધું હતું જેથી અકસ્માતનો બનાવ બનેલ હતો અને અકસ્માતના બનાવમાં વૃદ્ધને માથામાં હેમરેજ તથા પગમાં ફ્રેક્ચર જેવી ઈજા થયેલ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને સારવાર લીધા બાદ વૃદ્ધે  નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બાઇક સ્લીપ

મોરબીના વિજયનગર વિસ્તારમાં રહેતા હરેશભાઈ દેવાભાઈ પરમાર (33) નામનો યુવાન શાંતિવન સ્કૂલ બાજુમાંથી બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણસર તેનું બાઈક સ્લીપ થયું હતું અને અકસ્માત થયો હતો જેથી કરીને હરેશભાઈને ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News