મોરબી તાલુકા વિસ્તારમાં આંટાફેરા કરતો દીપડો ચકમપર ગામેથી પાંજરે પુરાયો મોરબીના આમરણ પાસે ખાનગી બસ પલ્ટી જતા મહેસાણાથી દ્વારકા પુનમ નિમિતે દર્શને જતાં 35 પૈકીનાં 17 સ્ત્રી-પુરૂષોને ઇજા થતાં સારવારમાં માળીયા (મી)ના દેરાળા ગામે ઝેરી દવા પી ગયેલ પરણીતાનું સારવાર દરમ્યાન મોત વાંકાનેરમાં ટ્રેન આડે પડતું મૂકીને આધેડે જીવન ટૂંકાવ્યું વાંકાનેરની મીલ સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સ પકડાયા મોરબી OSEM CBSE સ્કુલના કોમર્સના વિદ્યાર્થીઓએ બેંકની મુલાકાત લીધી વાંકાનેરની જામસર ચોકડી પાસે ડમ્પર ચાલકે અકસ્માત સર્જીને માસૂમ બાળકનું મોત નીપજાવ્યું: ગુનો નોંધાયો મોરબીમાં દારૂના ગુનામાં વધુ એકની ધરપકડ-જેલ હવાલે
Breaking news
Morbi Today

વાંકાનેર પાલિકાની ચૂંટણી માટે ભરાયેલ ફોર્મમાંથી ભાજપના એક સહિત 7 અને હળવદમાં કોંગ્રેસ-બસપાના એક-એક સહિત 3 ફોર્મ રદ


SHARE













વાંકાનેર પાલિકાની ચૂંટણી માટે ભરાયેલ ફોર્મમાંથી ભાજપના એક સહિત 7 અને હળવદમાં કોંગ્રેસ-બસપાના એક-એક સહિત 3 ફોર્મ રદ

સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યા છે અને મોરબી જિલ્લામાં હળવદ તેમજ વાંકાનેર નગરપાલિકાની 56 બેઠકો માટેની ચૂંટણી યોજવાની છે તેના માટે કુલ મળીને 128 આગેવાનોએ ઉમેદવારી પત્રો ભર્યા હતા જે ફોર્મની આજે ચકાસણી કરવામાં આવી હતી ત્યારે હળવદ પાલીકમાં માટે ભરાયેલા ફોર્મમાંથી 3 અને વાંકાનેર પાલિકા માટે ભરવામાં આવેલા ફોર્મમાંથી ભાજપના એક સહિત કુલ 7 ફોર્મ રદ કરવામાં આવેલ છે. અને મંગળવારે ફોર્મ પાછા ખેંચવા માટેનો છેલ્લો દિવસ છે ત્યાર બાદ ચૂંટણીની ચિત્ર સ્પષ્ટ થઈ જશે.

મોરબી જિલ્લામાં હળવદ અને વાંકાનેર નગરપાલિકાની ચૂંટણી જાહેર થયેલ છે જેના માટે ઉમેદવારી પત્ર ભરવાના છેલ્લા દિવસ સુધીમાં કુલ મળીને 128 આગેવાનો દ્વારા તેના ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યા હતા તેની સોમવારે ચકાસણી કરવામાં આવી હતી ત્યારે વાંકાનેર નગરપાલિકાની વાત કરીએ તો 7 વોર્ડ ની 28 બેઠક માટે કુલ મળીને 53 ફોર્મ ભરાયેલ હતા જો કે, વોર્ડ નંબર 1 માં ભાજપના ચાર ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભરેલ છે જેથી તે ચારેય ફોર્મ માન્ય થઈ જતાં તે બિન હરીફ થઈ ગયેલ છે જો કે, 7 વોર્ડ માટે કુલ મળીને 53 ફોર્મ હતા તેમાંથી ભાજપના વોર્ડ નંબર 7 ના મહિલા ઉમેદવારને બે કરતાં વધુ સંતાન હોવાથી તેના ફોર્મ સામે વાંધો લેવામાં આવતા તે ફોર્મને રદ કરવામાં આવેલ છે. અને અન્ય ફોર્મમાં પક્ષના મેન્ડેડ ન હોવાથી કુલ મળીને 7 ફોર્મ રદ કરવામાં આવેલ છે હલમ જે માન્ય ફોર્મ છે તેમાં વોર્ડ નંબર 1 માં 4, વોર્ડ નંબર 2 માં 9, વોર્ડ નંબર 3માં 8, વોર્ડ નંબર 4માં 8, વોર્ડ નંબર 5 માં 5 વોર્ડ નંબર 6 માં 6 અને વોર્ડ નંબર 7 માં 6 ઉમેદવારી પત્રો માન્ય થયેલ છે

આવી જ રીતે હળવદ નગરપાલિકાની વાત કરીએ તો કુલ મળીને 28 બેઠકો માટે 75 જેટલા આગેવાનોએ ઉમેદવારી પત્રો ભર્યા હતા અને તેમાં વોર્ડ નંબર 2 માંથી બસપાના મહિલા ઉમેદવાર તેમજ વોર્ડ નંબર 4 માંથી કોંગ્રેસનાં એક ઉમેદવાર અને વોર્ડ નંબર 7 માંથી કોંગ્રેસનાં ડમી ઉમેદવાર આમ કુલ મળીને 3 ફોર્મને રદ કરવામાં આવેલ છે જો કે, માન્ય ફોર્મની વાત કરીએ તો  વોર્ડ નંબર 1 માં 9, વોર્ડ નંબર 2 માં 9, વોર્ડ નંબર 3 માં 12, વોર્ડ નંબર 4 માં 8, વોર્ડ નંબર 5 માં 10, વોર્ડ નંબર 6 માં 13 અને વોર્ડ નંબર 7 માં 11 આગેવાનોનો સમાવેશ થાય છે. આમ હળવદ પાલિકાની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ, બસપા તથા આમ આદમી પાર્ટી વચ્ચે જંગ થશે. તેવું હાલમાં દેખાઈ રહ્યું છે અને મંગળવારે ફોર્મ ખેચવાનો છેલ્લો દિવસ છે જેથી કરીને કાલે સાંજે બંને પાલિકા માટે ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.






Latest News