મોરબીની માધાપરવાડી શાળામાં વિદ્યાર્થીઓના બેંક એકાઉન્ટ ઓપન કરવા કેમ્પ યોજ્યો મોરબીના બેલા ગામ પાસેથી બાઈકની ચોરી કરનાર બેલડી જૂના ઘૂટું રોડેથી પકડાઈ ટંકારાની પ્રભુનગર સોસાયટીમાં નગરપાલિકા દ્વારા સીસીરોડનું કામ શરૂ કરાયું મોરબી નજીક અગાઉ પકડાયેલ પેટકોક ચોરીના ગુનામાં એલસીબીની ટીમે વધુ બે આરોપીની કરી ધરપકડ: મુખ્ય સૂત્રધારો હજુ પોલીસ પકડથી દૂર મોરબીની એલ.ઈ.કોલેજમાં ગર્લ્સ હોસ્ટેલની સુવિધા આપવા માટે કરાઇ માંગ મોરબીના કાલિકા પ્લોટમાં ઉભરાતી ગટરની સમસ્યા ઉકેલવા માટે રવાપર રોડે ચક્કાજામ મોરબીના હિરાસરીના રસ્તે ડિમોલેશન કરવા અને માર્કેટીંગ યાર્ડના શાક માર્કેટમાંથી આવતી વાસ દુર કરવા કલેકટર સમક્ષ લોકોની માંગ મોરબીના ગ્રીનચોક ઉપર રીડિંગ લાઇબ્રેરીને કમિશનર સ્વપ્નિલ ખરે દ્વારા ખુલ્લી મુકાઇ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં મતદાન મથક માટેની માર્ગદર્શિકા જાહેર કરાઇ


SHARE

















મોરબી જિલ્લામાં મતદાન મથક માટેની માર્ગદર્શિકા જાહેર કરાઇ

મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય/મધ્યસ્થ/પેટા ચૂંટણીઓ જાહેર કરવામાં આવી છે. જેના અનુસંધાને મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હેઠળના વિસ્તારોમાં આદર્શ આચાર સંહિતા અમલમાં મુકવામાં આવી છે.

મોરબી જિલ્લામાં આગામી તા. ૧૬-૨-૨૫ ના રોજ મતદાન યોજાશે.મતદાનના દિવસે મતદાન મથકો પર મોટી સંખ્યામાં મતદારો પોતાનો મત આપવા એકઠા થવાનો સંભવ છે. જે સ્થળોએ મતદાન થનાર છે તે મતદાન મથકો પર તથા તેની નજીકના વિસ્તારોમાં મતદાનના દિવસે અડચણ થતી અટકાવવા તથા જાહેર સુલેહ-શાંતિ અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી.ઝવેરી દ્વારા મતદાન મથક માટેની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.

આ જાહેરનામામાં જણાવ્યા અનુસાર ચૂંટણીમાં મતાધિકાર વાપરનાર તમામ મતદારોને જે મતદાન મથકો ઉપર મત આપવા જવાનું છે તે મતદાન મથકોના અધિકૃત પ્રવેશ સ્થાન પાસે એક લાઈનમાં ઉભા રહેવું. જો સ્ત્રીઓ માટે જુદી લાઈન હોય તો તેમાં જ તેણીએ ઉભા રહેવું. તેમજ દિવ્યાંગ અને સિનિયર સીટીઝન વ્યકિતઓને મતદાન કરવા માટેની સૌપ્રથમ પ્રાથમિકતા આપવાની રહેશે.

તે ઉપરાંત મતદારે મતદાન મથકમાં લાઈન મુજબ પોતાના ક્રમાનુસાર એક પછી એક દાખલ થવાનું રહેશે.મતદારે પોતાનો મત આપ્યા પછી મતદાન મથક તથા તેના વિસ્તારમાંથી ચાલ્યા જવાનું રહેશે.આ પ્રતિબંધાત્મક હુકમ આગામી તારીખ ૧૬-૨-૨૫ ના દિવસ માટે અમલમાં રહેશે.આ માર્ગદર્શિકા મોરબી જિલ્લાના ચૂંટણી હેઠળના સમગ્ર વિસ્તારને લાગુ પડશે. આ હુકમના કોઈપણ ખંડનો ભંગ અથવા ઉલ્લંઘન કરનારી વ્યક્તિ નિયમ અનુસાર શિક્ષાને પાત્ર થશે






Latest News