મોરબીના વાવડી ગામેથી અપહૃત સગીરા સાથે દુષ્કર્મ થયાનું ખુલ્યું, યુવાન અને તેના માતા-પિતા જેલ હવાલે મોરબીમાં ગૌ માંસની શંકા આધારે એપાર્ટમેન્ટમાં હિન્દુ સંગઠનના આગેવાનોએ રેડ કરતા અઢી કિલો માસનો જથ્થો ઝડપાયો: તપાસ શરૂ મોરબીના લખધીરપુર ગામે સ્થાનિક સંસ્થાઓમાં ખોટી કનડગત કરતાં પંચાયતના સદસ્યને હોદા ઉપરથી દુર કરવા ડીડીઓનો આદેશ મોરબીમાં બાઈક ચોરી, એનડીપીએસ તથા દારૂના ગુનામાં ફરાર આરોપીઓ પકડાયા મોરબીમાં મંત્રીની હાજરીમાં કરાયેલ બેઠકમાં ભાજપના હોદ્દેદારો જ હતા ખેડૂત પ્રતિનિધિઓ નહીં !: જેતપર આંદોલન સમિતિની સ્પષ્ટતા મોરબીના લખધીરપુર રોડે ટ્રક ચાલકે ત્રિપલ સવારી બાઇકને હડફેટે લેતા ઇજા પામેલા 3 યુવાન સારવારમાં મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે ટ્રક ચાલકે ડબલ સવારી એક્ટિવાને હડફેટે લેતા બે પૈકીનાં એક વૃદ્ધનું મોત મોરબીના આંદરણા ગામે ઘરમાંથી રોકડ-દાગીના મળીને 7.36 લાખના મુદ્દામાલની ચોરી
Breaking news
Morbi Today

મોરબી તાલુકાનાં બેલા (આમરણ)-લીલાપર ગામે દેશી દારૂની ભઠ્ઠીઓ પર રેડ: બે પકડાયા, બેની શોધખોળ


SHARE







મોરબી તાલુકાનાં બેલા (આમરણ)-લીલાપર ગામે દેશી દારૂની ભઠ્ઠીઓ પર રેડ: બે પકડાયા, બેની શોધખોળ

મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારની અંદર દેશી દારૂ બનાવવાની ભઠ્ઠીઓ ધમધમતી હોય તેવું ઘણી વખત સાંભળવા મળતું હોય છે તેવામાં મોરબી તાલુકા પોલીસ દ્વારા બેલા ગામની સીમમાં તેમજ લીલાપર ગામની સીમમાં દેશી દારૂની ભઠ્ઠીઓ પર રેડ કરવામાં આવી હતી અને જુદીજુદી બે જગ્યાએથી બે દેશી દારૂની ભઠ્ઠી સાથે કુલ મળીને ૧૬૧૫૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને બે આરોપીની ધરપકડ કરાઈ છે જોકે બે આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે 

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના બેલા (આમરણ) ગામની સીમમાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી સરકારી ખરાબામાં ચાલુ હોવાની બાતમી પોલીસને મળી હતી જેના આધારે પોલીસ દ્વારા ત્યાં દારૂની ભઠ્ઠીઓ પર રેડ કરવામાં આવી હતી ત્યારે દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ગરમ આથો ૧૫૦ લીટર, ઠંડો આથો ૨૦૦ લીટર અને ભઠ્ઠીના સાધનો જેમાં બગાડ્યું, પાટલી વગેરે મળીને કુલ પોલીસે ત્યાંથી ૧૩૫૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરેલ છે અને બીલાલભાઇ મુસાભાઇ કટીયા (૩૬) રહે, બેલ (આમરણ) વાળાની ધરપકડ કરેલ છે આ ઉપરાંત દેશી દારૂની ભઠ્ઠી ઉપર બીજી રેડ લીલાપર ગામની સીમમાં મચ્છુ ડેમ પાસે કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી કુલ મળીને દેશી દારૂ બનાવવા માટે ૧૫૦૦ લીટર આથો, ૩૨ પ્લાસ્ટીકના કેરબા, બે ગેસના ચૂલા, ચાર ગેસના બાટલા અને ૨૫૦ લીટર દેશીદારૂ સહતિ કુલ મળીને પોલીસે સ્થળ પરથી ૧૪૮૦૦ ના મુદ્દામાલ સાથે હાલમાં તુલસીભાઈ રણછોડભાઈ પરમાર રહે, પંકજ સીરામીકની મજૂરની ઓરડી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી કિરણ ઉર્ફે બેબો નાગજીભાઈ દેગામા અને રણજીત નાગજીભાઈ દેગામ વાળાનું નામ સામે આવ્યું હોય તેને પકડવા માટે જ શરૂ કરાઇ છે

“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ






Latest News