મોરબીના ખાનપર ગામે વાડીની ઓરડીમાં અગ્નિસ્નાન કરી લેતા વૃદ્ધનું મોત
મોરબીના ગોર ખીજડિયા ગામે શાળાનો 93 મો જન્મોત્સવ યોજાશે
SHARE









મોરબીના ગોર ખીજડિયા ગામે શાળાનો 93 મો જન્મોત્સવ યોજાશે
મોરબી તાલુકાનાં ગોર ખીજડિયા ગામે આવેલ પ્રાથમિક શાળાના 93 મા જન્મોત્સવ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમ રંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શાળાના વિદ્યાર્થીઓ સહિતના ગામના લોકો જોડાશે.
આગામી તા 14-2-2025 ને શુક્રવારે રાત્રે 8 કલાકે મોરબી તાલુકાનાં ગોર ખીજડિયા ગામે આવેલ સરકારી પ્રાથમિક શાળા ખાતે 93 માં જન્મોત્સવની ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ અને રંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે બાળકો દ્વારા જુદાજુદા સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરવામાં આવશે. તેમજ શાળામાં સેલ્ફી ઝોન, શાળા દર્શન, દાતાઓનું સન્માન સહિતના કાર્યક્રમ રાખવામા આવેલ છે આ તકે ટંકારાબ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા ખાસ હાજર રહેવાના છે અને આ કાર્યક્રમ નિહાળવા માટે બાળકો તેમજ ગામના લોકોને આવવા માટે શાળા પરિવાર તરફથી આમંત્રણ આપવામાં આવ્યું છે.
