મોરબી-જામનગર વચ્ચે આવેલ માવના ગામ ખાતે રોડ ક્રોસ કરતા વૃદ્ધાને કાર ચાલકે હડફેટે લેતા વૃદ્ધાનું મોત
મોરબીના ખાનપર ગામે વાડીની ઓરડીમાં અગ્નિસ્નાન કરી લેતા વૃદ્ધનું મોત
SHARE









મોરબીના ખાનપર ગામે વાડીની ઓરડીમાં અગ્નિસ્નાન કરી લેતા વૃદ્ધનું મોત
મોરબી તાલુકાના ખાનપર ગામે રહેતા વૃદ્ધે તેઓની સીમ વિસ્તારમાં આવેલી વાડીની ઓરડી ખાતે કોઈ જ્વલનશીલ પદાર્થ છાંટીને અગ્નિ સ્નાન કરી લીધું હતું.જેથી ગંભીરપણે દાજી જવાથી તેઓનું મોત નીપજ્યું હતું.હાલ બનાવની જાણ થતા તાલુકા પોલીસ દ્વારા બનાવની નોંધ કરીને આગળની તપાસ શરૂ કરાયેલ છે.
મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકાના ખાનપર ગામે રહેતા દિલીપભાઈ બાબુભાઈ પરમાર (૩૭) નામના યુવાને પોલીસમાં જાણ કરતાં જણાવ્યું હતું કે, તેઓના પિતા બાબુભાઈ માવજીભાઈ પરમાર (૫૮) રહે.ખાનપુર તા.જી.મોરબી એ ખાનપર ગામની સીમમાં આવેલ તેઓની વાડીની ઓરડીમાં કોઈ જવલનશીલ પદાર્થ શરીરે છાંટીને કાંડી ચાંપી લીધી હતી.જેથી અગ્નિ સ્નાન કરી લેતા ગંભીરપણે દાઝી જવાથી બાબુભાઇ પરમારનું મોત નિપજ્યું છે.બનાવને પગલે તાલુકા પોલીસ મથકના એમ.પી.ઝાલા દ્વારા નોંધ કરીને આગળની તપાસ શરૂ કરવામાં આવી હતી.તપાસ અધિકારી પાસેથી વધુમાં મળતી માહિતી પ્રમાણે મૃતક બાબુભાઈ પરમારને શ્વાસની બીમારી હોય અને તેઓ આ બીમારીના પગલે જીવનથી કંટાળી ગયા હોય તેઓએ અંતિમ પગલું ભરી લીધું હતું.
વાહન અકસ્માતમાં ઇજા
મોરબીના ટીંબડી ગામના પાટીયા પાસે આવેલ સૂર્યોદય ટ્રાન્સપોર્ટ ખાતે રહેતા કુલદીપસિંગ દલવીરસિંગ રંધાવા નામનો ૪૦ વર્ષીય યુવાન ટીંબડીના પાટીયા નજીક હતો ત્યાં તેને વાહન અકસ્માતમાં ઇજા થતાં સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.બનાવને પગલે હાલ તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરા આગળની તપાસ ચલાવી રહ્યા છે. જ્યારે મોરબી તાલુકાના રાપર ગામે રહેતા પૂજાબેન સંજયભાઈ વીડજાને વાહન અકસ્માતના બનાવમાં ઇજા થતા ખાનગી હોસ્પિટલએ સારવારમાં લાવવામાં આવ્યા હતા.તેઓ તા.૭ ના નવેક વાગ્યાના અરસામાં બાઈકના પાછળના ભાગે બેસીને મહેન્દ્રનગર ગામે આવેલ હનુમંત એપાર્ટમેન્ટ પાસેથી જતા હતા ત્યાં તેઓનું બાઈક સ્લીપ થવાનો અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં તેઓને ઈજા થતાં સારવારમાં લઇ જવાયા હોય હાલ બી ડિવિઝન પોલીસ મથકના એ.એમ.જાપડીયા દ્વારા નોંધ કરીને તપાસ ચલાવવામાં આવી રહી છે.તેમજ મોરબીના નાની વાવડી ગામે આવેલ શિવ બંગલો સામે બાઈક સ્લીપ થઈ જવાના અકસ્માત બનાવમાં મનસુખભાઈ છગનભાઈ ચારોલા (ઉમર ૫૫) રહે. રાજપર (કુંતાસી) ને ઇજાઓ પહોંચી હતી.જેથી અત્રેની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા.બનાવને પગલે જાણ થતા હાલ તાલુકા પોલીસે નોંધ કરીને આગળની તપાસ શરૂ કરી છે.
દવા પી જતા સારવારમાં
મોરબી તાલુકાના નવા સાદુળકા ગામે રણછોડભાઈ પાંચોટિયાની વાડીએ રહીને ખેત મજૂરીનું કામ કરતો નિકુલ ચીમનભાઈ બામણીયા નામનો ૧૭ વર્ષનો યુવાન કોઈ અગમ્ય કારણોસર દવા પી ગયો હોય તેને અત્રેની મંગલમ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.હોસ્પિટલ ખાતેથી જાણ કરવામાં આવતા હાલ તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરા આ બાબતે આગળની તપાસ ચલાવી રહ્યા છે. તેમજ કચ્છ ભચાઉના ધરાણા ગામે રહેતો જગદીશ ભરતભાઈ કોળી નામનો આઠ વર્ષીય બાળક મોટરસાયકલના પાછળના ભાગે બેસીને મોરબી તાલુકાના સોખડા ગામે આવેલ કારખાનાના ગેઇટ સામેથી પસાર થતા હતા.ત્યારે ત્યાં અકસ્માતે બાઈક સ્લીપ થવાના બનાવમાં જગદીશ કોળી નામના બાળકને ઇજા થતાં ખાનગી હોસ્પિટલે સારવારમાં ખસેડાયો હતો.હાલ તાલુકા પોલીસ મથકના એ.પી.જાડેજા દ્વારા આ બનાવની નોંધ કરીને આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે.
