દિલ્હીમાં ભાજપનો ભગવો લહેરાતા મોરબીના નગર દરવાજા ચોકમાં ઉજવણી: ધારાસભ્યની હાજરીમાં આતિશબાજી
SHARE









દિલ્હીમાં ભાજપનો ભગવો લહેરાતા મોરબીના નગર દરવાજા ચોકમાં ઉજવણી: ધારાસભ્યની હાજરીમાં આતિશબાજી
મોરબીના નગર દરવાજા ચોકમાં આજે ધારાસભ્યની હાજરીમાં ભાજપના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા આતિશબાજી કરવામાં આવી હતી અને એક બીજાના મોં મીઠા કરાવવામાં આવ્યા હતા અને દિલ્હીમાં ભાજપનો ભોગવો લહેરાયો છે તે વિજયને વધાવવામાં આવ્યો હતો.
છેલ્લા 27 વર્ષથી ભાજપ દિલ્હીમાં સત્તામાં ન હતો. જો કે, તાજેતરમાં જે દિલ્હી વિધાનસભા માટેની ચૂંટણી યોજાઈ હતી તેમાં થયેલ મતોની આજે મતગણતરી કરવામાં આવી હતી તેમાં ભાજપ તરફે સ્પષ્ટ જનાદેશ આવ્યો છે જેથી કરીને ભાજપનો દિલ્હીમાં ભવ્ય વિજય થતાં સમગ્ર ગુજરાત અને દેશના જુદા જુદા રાજ્યની અંદર તેની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે મોરબીના નગર દરવાજા ચોકમાં આજે મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી જેઠાભાઈ મિયાત્રા, મોરબી શહેર ભાજપના પ્રમુખ રીસીપભાઈ કૈલા, મોરબી જિલ્લા મહિલા ભાજપના પ્રમુખ ભાવનાબેન કૈલા, મેઘરાજસિંહ ઝાલા, મણિભાઈ સરડવા, જયોતિસિંહ જાડેજા, નીરાજભાઈ ભટ્ટ, ભાવેશભાઈ કંઝારીયા, દીપકભાઈ પોપટ, જયવંતસિંહ જાડેજા, આશીફ્ભઈ ઘાંચી, શૈલેષભાઈ માકાસણા, નરેન્દ્રભાઈ પોપટ, રોહિતભાઈ કંઝારીયા સહિતના ભાજપના આગેવાનો હોદ્દેદારોને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અને નગર દરવાજાના ચોકમાં આતિશબાજી કરીને ભારત માતાકી જય, વંદે માતરમના નારા લગાવ્યા હતા અને ત્યારબાદ એક બીજાના મોં મીઠા કરાવીને દિલ્હીમાં થયેલા વિજયને મોરબીના ધારાસભ્ય સહિતના ભાજપના અગ્રણીઓ દ્વારા વધાવવામાં આવ્યો હતો.
