મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં દારૂની બે રેડમાં ૨૮ બોટલ દારૂ સાથે એક પકડાયો એકની શોધખોળ ચાલુ


SHARE













મોરબીમાં દારૂની બે રેડમાં ૨૮ બોટલ દારૂ સાથે એક પકડાયો એકની શોધખોળ ચાલુ

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટાફે બાતમીના આધારે શહેરના બે જુદાજુદા વિસ્તારોમાં રેડ કરી હતી.જેમાં નવલખી રોડ જલારામ પાર્ક સોસાયટી નજીક તથા મોરબીના લખધીરપુર રોડ જતા રસ્તા નજીક કરવામાં આવેલ બે અલગ-અલગ રેડમાં કુલ મળીને ૨૮ બોટલ દારૂ મળી આવ્યો હતો.જેમાં સ્થળ ઉપરથી એક રેડમાં એક આરોપી પકડવામાં આવ્યો છે અને બીજી રેડમાં એકનું નામ ખુલ્યું હોય અને તે ઇસમ હાલ હાજર મળી આવેલ ન હોય તેની શોધખોળ ચાલુ હોવાનું પોલીસ પાસેથી જાણવા મળેલ છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટાફ પાસેથી મળતી માહિતી પ્રમાણે સ્ટાફને મળેલ બાતમીને આધારે મોરબીના નવલખી રોડ રણછોડનગર વિસ્તારમાં આવેલ જલારામ પાર્ક નજીક રહેતા મહેબૂબ (મેબલો) સુલેમાન સંધિ (ઉંમર ૩૧) નામના ઈસમને ત્યાં બાતમીને આધારે રેડ કરવામાં આવી હતી.ત્યારે ત્યાં જલારામ એપાર્ટમેન્ટ નજીક જાહેર જગ્યામાંથી પોલીસને દારૂની ૧૮ બોટલ મળી આવી હતી.જેથી હાલમાં રૂા.૧૧,૫૩૮ ના મુદ્દામાલ સાથે મહેબુબ સુલેમાન સંધિ નામના ઈસમની સામે ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી છે અને તે આ જથ્થો ક્યાંથી લાવ્યો હતો ? કોને વેચતો હતો ? કેટલા સમયથી વેપલો ચાલુ હતો ? તે સહિતની તપાસ માટે બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર દ્વારા આગળની તપાસ શરૂ કરાયેલ છે.તે રીતે જ મોરબી-વાંકાનેર હાઇવે ઉપર લખધીરપુર રોડના નાકા પાસે આવેલ સરાણીયા વિસ્તારમાં રહેતા જયદીપ ભવાનભાઈ સરાણીયાના મકાનમાં દારૂ હોવાની બી ડિવિઝન પોલીસને બાતમી મળી હતી.જેથી બી ડિવિઝન પોલીસ સ્ટાફે ત્યાં રેડ કરતા મકાનમાંથી પોલીસને હાલમાં દારૂની ૧૦ બોટલ મળી આવી હતી જેથી રૂા.૩૫૬૦ ની કિંમતનો દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો અને જયદીપ ભવાનભાઇ  સરાણીયા સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો નોંધીને તેને પકડવા માટે બી ડિવિઝન પોલીસ મથકના રાજુભાઈ ડાંગર આગળની તપાસ ચલાવી રહ્યા હોવાનું પોલીસ સૂત્રોએ જણાવેલ છે.

ફિનાઇલ પી જતા સારવારમા

મોરબી વીસીપરા વિસ્તારમાં રહેતા ખતીજાબેન કાદરભાઈ બેલિંમ નામના ૬૫ વર્ષીય વૃદ્ધા કોઈ અગમ્ય કારણોસર ફીનાઇલ પી ગયા હતા.જેથી તેઓને સિવિલએ સારવાર માટે લાવવામાં આવ્યા હતા.બનાવની હોસ્પિટલ તરફથી પોલીસમાં જાણ કરવામાં આવતા બી ડિવિઝન પોલીસ મથકના વી.જે.સિચણાદા આગળની તપાસ ચલાવી રહ્યા છે.તે રીતે જ મોરબીના માટેલ રોડ ઉપર આવેલ કારખાનાના લેબર કવાટરમાં રહીને મજૂરી કામ કરતો બબલુ પ્રધાન નામનો ૧૭ વર્ષનો સગીર કોઈ અકળ કારણોસર ફીનાઇલ પી ગયો હોય તેને પણ મોરબીના સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.બનાવને પગલે બી ડિવિઝન પોલીસ મથકના એ.એમ.ઝાપડિયા દ્વારા નોંધ કરીને કારણ અંગે આગળની તપાસ શરૂ કરાયેલ છે.

મારામારીમાં ઈજા

મોરબીના સામાકાંઠે સોઓરડીની પાછળ આવેલ માળિયા વનાળીયા સોસાયટીમાં થયેલ મારામારીના બનાવમાં ઇજા થવાથી ધર્મેશભાઈ વાલજીભાઈ આંબલીયા નામના ૨૮ વર્ષના યુવાનને સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.હોસ્પિટલમાંથી પોલીસને જાણ કરાતા બી ડિવિઝન પોલીસ મથકના હિતેશભાઈ મકવાણા દ્વારા નોંધ કરીને વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.જ્યારે મોરબીના સામાકાંઠે ઉમા ટાઉનશીપ પાસે આવેલ ભીમસર વિસ્તારમાં રહેતા સોનલબેન રાજુભાઈ ઝાલા નામના ૩૪ વર્ષીય મહિલાને મારામારીમાં ઈજા થતા સિવિલે સારવાર માટે ખસેડાયા હતા.તેઓએ હોસ્પિટલમાં જણાવ્યા પ્રમાણે તેમના ભત્રીજા નીતિન હકાભાઇ દ્વારા તેઓને લાકડાના ધોકા વડે માર મારવામાં આવ્યો હતો જેથી સારવારમાં લાવવામાં આવ્યા છે. હોસ્પિટલમાંથી ઉપરોક્ત યાદી પોલીસમાં આવતા હાલ સ્ટાફના એ.એમ. જાપડીયા દ્વારા નોંધ કરીને આગળની તપાસ શરૂ કરાયેલ છે.

વાહન અકસ્માતમાં ઇજા

સુરેન્દ્રનગરના ધાંગધ્રા તાલુકામાં આવેલ સોલડી ગામે જુના સ્વામિનારાયણ મંદિર પાછળ રહેતા પરિવારનો મયુર રાજેશભાઈ વ્યાસ નામનો બાર વર્ષનો બાળક બાઇકના પાછળના ભાગે બેસીને જતો હતો ત્યારે સાંજે પાંચેક વાગ્યાના અરસામાં બાઈક સ્લીપ થઈ જવાનો બનાવ બન્યો હતો.જેથી ઇજા પામેલ મયુર વ્યાસને ડાબા હાથે ફ્રેક્ચર થતા અત્રેની શિવમ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.




Latest News