મોરબીમાં રીડયુઝ, રીયુઝ, રિસાયકલ સેન્ટર ખાતે વિવિધ સંસ્થાઓ અને નાગરિકોએ અનુદાન આપ્યું
મોરબી જિલ્લામાં મતદાન તેમજ મત ગણતરી દિવસ નિમિતે ડ્રાય ડે જાહેર કરાયો
SHARE
મોરબી જિલ્લામાં મતદાન તેમજ મત ગણતરી દિવસ નિમિતે ડ્રાય ડે જાહેર કરાયો
મોરબી જિલ્લાની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓ નિમિતે આગામી તારીખ ૨૧-૨-૨૫ ના રોજ મતદાન થનાર છે. ભારતના ચૂંટણીપંચની સ્થાયી સુચના અનુસાર ચૂંટણી દરમિયાન મતદારો નિર્ભયપણે મતદાન કરી શકે તે માટે દારૂ તથા નશાકારક ચીજોના વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવેલ છે. ચૂંટણીપંચની સૂચના મુજબ ચૂંટણી હેઠળના આજુબાજુના વિસ્તારોમાંથી એક સ્થળેથી બીજા સ્થળે દારૂની ગેરકાયદેસર હેરાફેરી ન થઈ શકે તે માટે જરૂરી પગલાં ભરવા તેમજ ‘’ડ્રાય ડે’’ જાહેર કરવો આવશ્યક જણાય છે.હાલમાં મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હેઠળના વિસ્તારમાં આદર્શ આચારસંહિતા અમલમાં મૂકવામાં આવેલ છે. તેને ધ્યાનમાં રાખતા જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી કે.બી.ઝવેરી, મોરબી દ્વારા ‘’ડ્રાય ડે’’ અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
આ જાહેરનામામાં જણાવ્યા અનુસાર મતદાનનો સમય પૂરો થવાના કલાકની સાથે પુરા થાય તે રીતે ૪૮ કલાકનો સમય એટલે કે, તા.૧૪-૨ ના સાંજના ૬ કલાકથી તા.૧૬-૨ ના સાંજના ૬ કલાક સુધી તેમજ મતગણતરીના દિવસે એટલે કે, તા.૧૮-૨-૨૫ ના સમગ્ર દિવસ દરમિયાન "ડ્રાય ડે" જાહેર કરવામાં આવ્યો છે.મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હેઠળના વિસ્તારમાં આવેલ કેફી પદાર્થોનું વેચાણ કરતી લીકર શોપ, હોટેલ, રેસ્ટોરન્ટ, ક્લબ જેવા પરવાનેદારો દ્વારા દારૂનું વેચાણ, પીરસવા, સંગ્રહ કરવા પર તેમજ વ્યક્તિગત રીતે દારૂનો ઉપયોગ કે સંગ્રહ કરવા પર પરમીટ ધરાવતા વ્યક્તિઓ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાત્મક કાર્યવાહીને પાત્ર બનશે.