મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળામાં માતૃ-પિતૃ પૂજન કાર્યક્રમ યોજાયો
મોરબીમાં સ્પાની આડમાં ગેરકાયદે પ્રવૃત્તિના ગુનામાં પકડાયેલ આરોપીના શરતી જામીન મંજૂર
SHARE
![News Image](https://morbitoday.com/assets/blog/1739422411.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1732078089.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1731358188.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1726036900.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1735991009.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1736172568.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1738168550.png)
મોરબીમાં સ્પાની આડમાં ગેરકાયદે પ્રવૃત્તિના ગુનામાં પકડાયેલ આરોપીના શરતી જામીન મંજૂર
મોરબી બી. ડીવીજન પોસ્ટે વિસ્તારમાં સ્પાની આડમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિના ગુના કામના આરોપીને પકડવામાં આવેલ હતો અને મોરબીના વકીલ દેવ કે. જોષી મારફતે હાઈકોર્ટમાં જામીન માટે અરજી કરી હતી અને આ ગુનાના કામે આરોપીને જામીન ઉપર મુકત કરવાનો કોર્ટે હુકમ કર્યો છે.
મોરબી બી. ડીવી પોલીસ સ્ટેશનમાં અગાઉ ફરીયાદ નોંધાઈ હતી તે ગુનાના કામે આરોપી વિજયભાઈ ઉર્ફે ભુરાભાઇ જેરામભાઈ બોપલીયાની પોલીસે ધરપકડ કરેલ હતી. ત્યાર બાદ આરોપી વતી મોરબીના યુવા એડવોકેટ દેવ કે. જોષી મારફતે હાઈકોર્ટમાં જામીન મેળવવા માટેની અરજી કરેલ હતી. જેમાં બન્ને પક્ષકારોની દલીલના અંતે કોર્ટે બચાવ પક્ષના એડવોકેટની દલીલ માન્ય રાખી આરોપીને શરતી જામીન પર મુકત કરતો હુકમ કરેલ છે. જેમાં આરોપી તરફે મોરબીના વકીલ દેવ કે. જોષી તથા એસ.ડી. મોંઘરીયા રોકાયા હતા. તેમની ધારદાર દલીલો સાંભળી આરોપીના જામીન મંજુર કરવામાં આવ્યા હતા. આ કેસમાં વિદ્વાન વકીલ એસ.ડી. મોંઘારીયા દ્વારા ધારદાર દલીલો કરવામાં આવી હતી તથા હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જજમેન્ટો રજૂ કરતા તેને ધ્યાને લઇને હાઈકોર્ટ દ્વારા આરોપીના શરતી જામીન મંજુર કરવામાં આવેલ છે. આ આરોપી તરફે વકીલ એસ.ડી. મોંઘરીયા, મોરબીના સિનિયર વકીલ જગદીશભાઈ ઓઝા, ફેનિલભાઈ ઓઝા, દેવીપ્રસાદ (દેવ) કે. જોષી, શહેનાઝબેન સુમરા, લેખરાજ ગઢવી રોકાયા હતા.
![](https://morbitoday.com/assets/images/advertisement/1722835068.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1737124052.jpg)