મોરબીના ઝીકિયારી ગામ નજીક ટ્રક ચાલકે ડબલ સવારી બાઈકને હડફેટે લેતા ઇજા પામેલા બે યુવાન સારવારમાં વાંકાનેરમાં ઘર પાસે પાર્ક કરેલ 16 લાખની કિંમતની સ્કોર્પિયો ગાડીની ચોરી વાંકાનેરમાં વગર વાંકે વૃદ્ધને ત્રણ શખ્સોએ માર મારીને આપી જાનથી મારી નાખવાની ધમકી હળવદના યુવાને વ્યાજે લીધેલ રૂપિયા-વ્યાજની પઠાણી ઉઘરાણી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપતા મોરબીના દંપતી સહિત 4 સામે ફરિયાદ વાંકાનેરના જાલીડા ગામ નજીક કારખાના પાસેથી યુવાનનો મૃતદેહ મળ્યો મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે
Breaking news
Morbi Today

મતદાન પૂર્ણ: હળવદ પાલિકા માટે 63.61-વાંકાનેર પાલિકા માટે 51.52 ટકા જેટલું મતદાન, ઉમેદવારોના ભાવિ ઇવીએમ મશીમાં કેદ


SHARE













મતદાન પૂર્ણ: હળવદ પાલિકા માટે 63.61-વાંકાનેર પાલિકા માટે 51.52 ટકા જેટલું મતદાન, ઉમેદવારોના ભાવિ ઇવીએમ મશીમાં કેદ

મોરબી જિલ્લામાં બે નગરપાલિકાની ચૂંટણી જાહેર કરવામાં આવી હતી જેમાં હળવદ તથા વાંકાનેર નગરપાલિકાનો સમાવેશ થતો હતો અને રવિવારે સવારના 7 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધી બંને નગરપાલિકા માટે થઈને ચૂંટણીનું મતદાન કરવામાં આવ્યું હતું અને શાંતિપૂર્ણ માહોલની વચ્ચે મતદારો દ્વારા પોતાના પસંદગીના ઉમેદવારોને ચૂંટી કાઢવા માટે મતદાન કરવામાં આવ્યું હતું અને જો વાત આંકડાકીય માહિતીની વાત કરીએ તો હળવદ નગરપાલિકામાં 63.61 અને વાંકાનેર નગરપાલિકામાં 51.52 ટકા જેટલું મતદાન નોંધાયું હોવાનું ચૂંટણી વિભાગના અધિકારી પાસેથી જાણવા મળ્યું છે

ગુજરાતની અંદર નગરપાલિકાઓની ચૂંટણી તથા ગ્રામ પંચાયતની અને અન્ય પેટા ચૂંટણીઓ જાહેર કરવામાં આવી છે ત્યારે જો મોરબી જિલ્લાની વાત કરીએ તો મોરબી જિલ્લામાં હળવદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી અને વાંકાનેર નગરપાલિકાની મધ્ય સત્ર ચૂંટણી જાહેર કરવામાં આવી હતી તેમજ માળિયા તાલુકા પંચાયતની સરવડ અને વાંકાનેર તાલુકા પંચાયતની ચંદ્રપુર બેઠકની ચૂંટણી જાહેર કરવામાં આવી હતી આ ચૂંટણી માટે થઈને આજે સવારે 7 વાગ્યાથી મતદાનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી અને તમામ જગ્યા ઉપર શાંતિપૂર્ણ માહોલ વચ્ચે સાંજના 6 વાગ્યા સુધી મતદારો દ્વારા પોતાના પસંદગીના મતદારોને ચૂંટી કાઢવા માટે થઈને મતદાન કરવામાં આવ્યું હતું જોકે સામાન્ય રીતે મતદાન દરમિયાન જેવો ઉત્સાહ મતદારોમાં જોવા મળતો હોય છે તેવો ઉત્સાહ આ વખતની આ ચૂંટણીમાં જોવા મળ્યો ન હતો તે હકીકત છે

આજે સવારના 7 વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી ત્યારે મોટાભાગના બૂથ ખાલી ખાલી જોવા મળ્યા હતા અને શરૂઆતની બે કલાકમાં મતદાનની ટકાવારી ખૂબ જ ઓછી જોવા મળી હતી ત્યારબાદ મતદારોને મતદાન બૂથ સુધી લઈ જવા માટે થઈને જુદી જુદી પાર્ટીઓના આગેવાનો દ્વારા મતદારોને બૂથ સુધી લઈ જવા માટે મહેનત કરવામાં આવી હતી જોકે લગ્ન ગાળો, તડકો વગેરે જેવા કારણોસર મતદાન સરેરાશ ઓછું થયું હોય તેવું હાલમાં ચર્ચાઇ રહ્યું છે ત્યારે ચૂંટણી વિભાગના અધિકારી સૂત્રો પાસેથી મળતી વિગત પ્રમાણે વાંકાનેર નગરપાલિકાની 15 બેઠકો માટે જે ચૂંટણીનું મતદાન યોજાયું છે તે 51.52 ટકા નોંધાયેલ છે અત્રે ઉલ્લેખીએ છે કે વાંકાનેર નગરપાલિકાની 28 પૈકીની 13 બેઠકો બિનહરીત થઈ ગઈ છે અને તેમાં 11 બેઠકો ભાજપને તથા એક બેઠક કોંગ્રેસ અને એક બેઠક બસપાને મળેલ છે અને સત્તા સ્થાન સુધી પહોંચવા માટે 15 બેઠક જેની પાસે હોય તે વાંકાનેર નગરપાલિકામાં સત્તા સ્થાન સુધી પહોંચી શકે છે જેથી કરીને ભાજપ માટે વાંકાનેર નગરપાલિકા કબજે કરવી આસાન છે તેવું કહી શકાય તેમ છે

જ્યારે હળવદ નગરપાલિકાની ચૂંટણીની વાત કરીએ તો 7 વૉર્ડની 28 બેઠકો માટે થઈને રવિવારે મતદાન સવારથી મતદાન શરૂ કરવામાં આવ્યું હતું અને મતદારોને વહેલી તકે મતદાન બૂથ સુધી લઈ જવા માટે ભાજપ અને કોંગ્રેસના આગેવાનો દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવ્યું હતું અને હળવદ નગરપાલિકા માટે સાંજ સુધીમાં કુલ મળીને 63.61 ટકા જેટલું મતદાન સરકારી ચોપડે નોંધાયેલ છે અત્રે ઉલ્લેખનીએ છે કે 28 બેઠકો માટે કુલ મળીને 70 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં હતા અને તેમાંથી પસંદગીના ઉમેદવારોને ચૂંટી કાઢવા માટે થઈને હળવદની જનતા દ્વારા શાંતિપૂર્ણ માહોલની અંદર મતદાન કરવામાં આવ્યું છે આવી જ રીતે વાંકાનેર નગરપાલિકાની ચંદ્રપુર બેઠક અને માળીયા નગરપાલિકાની બેઠક માટે પણ શાંતિપૂર્ણ માહોલમાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે અને હવે આગામી 18 ફેબ્રુઆરીના રોજ ઇવીએમ મશીનમાં પડેલા મતોની ગણતરી કરવામાં આવશે ત્યારે મતદારોએ કોના ઉપર પસંદગીનો કળશ ઢોળ્યો છે તે ખબર પડશે.






Latest News