મોરબીમાં જીઆરડીમાં કામ કરતી મહિલાના ભાઈએ જીઆરડીના માનદ અધિકારીને આપી મારી નાખવાની ધમકી
મોરબીમાં સાસુ-સાળાએ ફોન ઉપર ડરાવી-ધમકાવીને ટોર્ચર કરતાં યુવાને કર્યો આપઘાત: માતાએ નોંધાવી ફરિયાદ
SHARE







મોરબીમાં સાસુ-સાળાએ ફોન ઉપર ડરાવી-ધમકાવીને ટોર્ચર કરતાં યુવાને કર્યો આપઘાત: માતાએ નોંધાવી ફરિયાદ
મોરબીના વીસીપરામાં આવેલ સૌરાષ્ટ્ર ટાઇલ્સ નામના નળિયાના કારખાનાની ઓરણીમાં યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો જે બનાવમાં મૃતક યુવાનની માતાએ તેના દીકરાના સાસુ અને સાળાની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેના દીકરાને ધમકાવી ડરાવીને મરવા માટે મજબૂર કરવાની ફરિયાદ નોંધાવેલ છે જેથી પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરા વિસ્તારની અંદર આવેલ સૌરાષ્ટ્ર ટાઇલ્સ નામના નળિયાના કારખાનાની મજૂરની ઓરડીમાં રહેતા રાજેશભાઈ કાંતિભાઈ સોલંકી (22)એ પોતાની ઓરડીમાં ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના માતા ગીતાબેન કાંતિભાઈ સોલંકી (45)એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેના દીકરાના સાસુ હંસાબેન જગદીશભાઈ ડાભી અને સાળા દેવાભાઈ જગદીશભાઈ ડાભી રહે. બંને શક્તિનગર હસનપર તાલુકો વાંકાનેર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે તેના દીકરા રાજેશભાઈના લગ્ન હંસાબેનની દીકરી પૂજાબેન સાથે દોઢેક વર્ષ પહેલા થયા હતા અને પૂજાબેન હાલમાં પિયર માતા-પિતાના ઘરે રિસામણે છે અને અવારનવાર તેડવા જવા છતાં પૂજાબેનને સાસરીમાં મોકલતા ન હતા અને ખોટી ચડામણી કરી બીજુ મકાન લેવા માટે દબાણ કરી ફરિયાદીના દીકરાને ખોટી રીતે ટોર્ચર કરતા હતા તેમજ મોબાઇલ ફોન દ્વારા ફરિયાદીના દીકરાને તેના સાળા દેવાભાઈ તથા તેના સાસુ હંસાબેને ગાળો આપી હતી અને ધમકાવી ડરાવીને મરવા માટે મજબૂર કર્યો હતો જેથી ફરિયાદીના દીકરાએ ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનની માતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
વાહન અકસ્માત
ટંકારા તાલુકાના ધ્રુવનગર ગામ પાસે ડેમી ડેમના નાલા પાસેથી ગાડી નંબર જીજે 36 એએલ 3047 લઈને જાવેદ ઈસ્માઈલભાઈ સૈચા (32) રહે. રણછોડનગર સાઈબાબા મંદિર પાસે મોરબી વાળો પસાર થઈ રહ્યો હતો ત્યારે કેફી પીણું પીધેલી હાલતમાં પોતાની ગાડી ચલાવીને પોતાની તથા અન્ય લોકોની જિંદગી જોખમાઈ તે રીતે લાયસન્સ વગર વાહન ચલાવ્યું હતું અને વાહન અકસ્માત કરીને વાહનમાં નુકસાન કર્યું હતું જે બનાવ સંદર્ભે હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કાર ચાલક સામે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
