મોરબીના ધારાસભ્યએ મુખ્યમંત્રીને મળીને મ્યુઝિયમ બનાવવા માટે કરી રજૂઆત
મોરબીમાં કાલે જિલ્લા કક્ષાનો પોષણ મહોત્સવ યોજાશે: જિલ્લા જળ-સ્વચ્છતા સમિતિની બેઠક મળશે
SHARE







મોરબીમાં કાલે જિલ્લા કક્ષાનો પોષણ મહોત્સવ યોજાશે: જિલ્લા જળ-સ્વચ્છતા સમિતિની બેઠક મળશે
રાજ્ય સરકારના માર્ગદર્શન અનુસાર તેમજ મોરબી જિલ્લા વહીવટી તંત્રની સૂચના અનુસાર ટી.એચ.આર. અને મીલેટસ પાકોને પ્રાધાન્ય આપવા જુદા-જુદા સ્તરની મીલેટસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે. જે અન્વયે મોરબી જિલ્લા કક્ષાનો પોષણ મહોત્સવ કાલે તા. ૨૮ ના બપોરના ૨:૩૦ કલાકે રૂમ નંબર ૧૪૫, જિલ્લા પંચાયત ભવન, મોરબી ખાતે ઉજવણી કરવામાં આવશે. તેમ જિલ્લા આઇ.સી.ડી.એસ. પ્રોગ્રામ ઓફિસર, જિલ્લા પંચાયત, મોરબીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
જિલ્લા જળ-સ્વચ્છતા સમિતિની બેઠક મળશે
રાજ્ય સરકારના પાણી પુરવઠા બોર્ડ હેઠળ રીજુવીનેશન કાર્યક્રમ અંતર્ગત થતા કામોની સૈદ્ધાંતિક મંજુરી આપવા બાબતે તેમજ મોરબી જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ હેઠળના કામોની સમીક્ષા અર્થે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ મોરબીની ૩૦ મી સમીક્ષા બેઠક યોજાશે. આ બેઠક કલેક્ટર કે.બી.ઝવેરીના અધ્યક્ષસ્થાને કાલે તા. ૨૮ ના રોજ બપોરના ૧૨:૦૦ કલાકે કલેકટર કચેરીમાં મળશે. જેમાં સમિતિના સર્વે સભ્યોને હાજર રહેવા માટે અનુરોધ કરવામાં આવે છે. તેમ સભ્ય સચિવ અને યુનિટ મેનેજર, જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ, મોરબીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
