મોરબી જેટકોમાંથી APO નિરૂભા એસ. જાડેજા નિવૃત્ત થતાં સન્માન સમારોહ યોજાયો
ટંકારાના નસીતપર ગામે વાડીએ કામ બાબતે પત્ની સાથે બોલાચાલી થતાં વૃદ્ધે ઝેરી દવા પીને જીવન ટુકાવ્યું
SHARE






ટંકારાના નસીતપર ગામે વાડીએ કામ બાબતે પત્ની સાથે બોલાચાલી થતાં વૃદ્ધે ઝેરી દવા પીને કર્યો આપઘાત
ટંકારાના નસીતપર ગામની સીમમાં વાડીએ રહીને મજૂરી કામ કરતા વૃદ્ધને તેના પત્ની સાથે વાડીએ કામ બાબતે બોલાચાલી થતા વૃદ્ધને લાગી આવ્યું હતું જેથી તેણે વાડીએ રહેલ જંતુનાશક ઝેરી દવા પી લીધી હતી માટે વૃદ્ધનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાના નસીતપર ગામની સીમમાં દિનેશભાઈ રાઘવજીભાઈ કુંડારીયાની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા મંગલસિંહ ભૂરલાભાઈ મંડલોઈ (60)એ વાડીએ હતા ત્યારે જંતુનાશક ઝેરી દવા પી લેતા તેનું મોત નીપજ્યું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે ટંકારાની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે મૃતક મંગલસિંહ મંડલોઈ તમાકુની ડબ્બી લેવા માટે મોરબી ગયેલ હતા અને ત્યાંથી તે પાછા વાડીએ આવતા મોડું થયું હતું જેથી તેમના પત્નીએ કહ્યું હતું કે “વાડીએ કામ હોય અને તમે ખોટા રખડો છો” જે બાબતે મરણજનારને તેની પત્ની સાથે બોલાચાલી થતા વૃદ્ધને લાગી આવ્યું હતું જેથી તેને વાડીએ ઝેરી દવા પી લીધી હતી અને તેના કારણે વૃદ્ધનું મોત નીપજયું હતું આ બનાવની પોલીસે નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
મહિલા સારવારમાં
મોરબી તાલુકાના લીલાપર ગામે રહેતા નંદુબેન હણ (50) નામની મહિલા ગામના મેઇન રોડ ઉપર શીતળા માતાના મંદિર પાસેથી પસાર થતા હતા ત્યારે કોઈ અજાણ્યા બાઈક ચાલકે તેઓને હડફેટે લેતા અકસ્માત થયો હતો અને જેમાં તેમને ઇજા થતા ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે


