મોરબીના આંદરણાથી વાંકડા જતા રસ્તે 20 બોટલ દારૂ સાથે એક પકડાયો
SHARE






મોરબીના આંદરણાથી વાંકડા જતા રસ્તે 20 બોટલ દારૂ સાથે એક પકડાયો
મોરબીના અંદરણા ગામની સીમમાંથી વાંકડા ગામ તરફ જવાના રસ્તા ઉપરથી બાઇક લઈને જતાં શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે બાઈક ઉપર જઈ રહેલા શખ્સ પાસેથી દારૂની નાની 20 બોટલો મળી આવતા પોલીસે દારૂ તથા બાઇક મળીને 32 હજાર રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપીની ધરપકડ કરી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે મોરબી તાલુકાના આંદરણા ગામની સીમમાંથી વાંકડા ગામ તરફ જવાના રસ્તા ઉપર નાલા પાસેથી બાઈક પસાર કર્યું હતું જે બાઈક ચાલકને રોકવામાં આવ્યો હતો અને તેને ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની નાની 20 બોટલો મળી આવતા પોલીસે 2,000 ની કિંમતની દારૂની બોટલો તથા 30,000 રૂપિયાની કિંમતનું બાઈક આમ કુલ મળીને 32 હજાર રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી રમણભાઈ કનુભાઈ મોહનિયા (28) રહે. કદવાલ તાલુકો કઠીવાળા જીલ્લો અલીરાજપુર એમપી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ શખ્સની પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં તપાસ ચાલી રહી છે
અકસ્માતમાં ઇજા થતાં સારવારમાં
મોરબી તાલુકાના પાવડીયારી પાસે પાવર હાઉસ નજીક સામે બે બાઈક સામસામે અથડાતાં અકસ્માતનો બનાવ બન્યો હતો અને જે બનાવમાં કુલદીપ રામકુમાર (20) રહે. રંગપર તથા શુભમભાઈ રામબાબુ (19) રહે. રંગપર વાળાઓને ઇજાઓ થયેલ હતી જેથી તે બંનેને સારવાર માટે 108 મારફતે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.


