ટંકારાના નસીતપર ગામે વાડીએ કામ બાબતે પત્ની સાથે બોલાચાલી થતાં વૃદ્ધે ઝેરી દવા પીને જીવન ટુકાવ્યું
હળવદમાં યુવાને અગમ્ય કારણોસર જીવનલીલા શંકેલી
SHARE






હળવદમાં યુવાને અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
હળવદમાં આવેલ હોટલની પાછળના ભાગમાં ઝૂંપડામાં રહેતા યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી માહિતી પ્રમાણે હળવદમાં આવેલ ક્રિષ્ના હોટલ પાછળ સરદાર પટેલ વિદ્યાલય સામે ઝૂંપડામાં રહેતા અનિલભાઈ ભાવસંગભાઈ ભાભોર (27)એ કોઈ અગમ્ય કારણોસર ગઈકાલે સાંજે સાડા પાંચેક વાગ્યાના અરસામાં ઝૂંપડામાં ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું મોત નીપજ્યું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
યુવાન સારવારમાં
મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર ટિંબડી પાટીયા પાસે ટ્રેલર પલટી મારી ગયું હતું જેથી બાબુલાલ ખેમરાજભાઈ (45) નામના યુવાનને ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે


