Morbi Today
મોરબી જલારામ ધામનો અષ્ટદશમ્ પાટોત્સવ સપ્તવિધ કાર્યક્રમો સહ ધામધૂમથી ઉજવાયો
મોરબી જલારામ ધામનો અષ્ટદશમ્ પાટોત્સવ સપ્તવિધ કાર્યક્રમો સહ ધામધૂમથી ઉજવાયો
માતુશ્રી શાંતાબેન એ. દોશી-ડો.કુસુમબેન એ. દોશી અન્નપૂર્ણા (એ.સી.) હોલ નુ લોકાર્પણ, સ્વ.રસિકલાલ અનડકટ સેવાભવન નું લોકાર્પણ, પ્રભાતધૂન, મહા ગાયત્રિ યજ્ઞ, સન્માન સમારોહ, મહાઆરતી, મહાપ્રસાદ સહીતનાં કાર્યક્રમો યોજાયા
વિવિધ પ્રકારની માનવસેવા કરતા શહેરના શ્રી જલારામ ધામ ખાતે સપ્તવિધ કાર્યક્રમો ભક્તિભાવપૂર્વક ધામધૂમથી ઉજવવામાં આવ્યા હતા. જે અંતર્ગત સવારે પ્રભાતધૂન, મહા ગાયત્રિ યજ્ઞ, એ.સી., જનરેટર, લીફ્ટ ની સુવિધાઓથી સુસજ્જ માતુશ્રી શાંતાબેન એ. દોશી-ડો.કુસુમબેન એ.દોશી અન્નપૂર્ણા હોલનું લોકાર્પણ, શ્રી જલારામ ધામના કાર્યકર્તાઓ તથા સહયોગીઓનો સન્માન સમારોહ, સ્વ.રસિકલાલ અનડકટ (સ્થા.પ્રમુખ અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના) સેવા ભવનનું લોકાર્પણ, મહાઆરતી, મહાપ્રસાદ સહીતનાં કાર્યક્રમો યોજાયા હતા.
માતુશ્રી શાંતાબેન એ.દોશી-ડો.કુસમબેન એ.દોશી અન્નપૂર્ણા ભવનનું લોકાર્પણ કીરણભાઈ એ.દોશી, હિરેન્દ્રભાઈ એ.દોશી તથા દોશી પરિવારના હસ્તે કરવામાં આવ્યુ હતું.તેમજ સ્વ.રસિકલાલ અનડકટ સેવા ભવનનું લોકાર્પણ સંતો-મહંતો તથા અનડકટ પરિવારના વરદ્ હસ્તે યોજાયું હતું.આ તકે પ.પૂ.મહંત શ્રી ભાવેશ્વરી માતાજી (રામધન આશ્રમ), આપા ઝાલાની જગ્યા-મેસરીયાના મહંત પ.પૂ. કોઠારી શ્રી મગ્નિરામબાપુ, જાજાસર નકલંક ધામના મહંત પ.પૂ. નાગરાજ બાપુ, એ.સી. હોલ ના મુખ્ય સહયોગી હિરેન્દ્રભાઈ દોશી, લીફ્ટના સહયોગી દીલુભા જાડેજા (જયદીપ એન્ડ કું-વવાણીયા), જનરેટરના સહયોગી ધીરૂભાઈ હીરાણી (વૈભવ ફટાકડા), રૂમના સહયોગી કીર્તિભાઈ રવાણી, કેયુરભાઈ રસિકલાલ અનડકટ, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, નિર્મલભાઈ જારીયા, પંકજભાઈ કોટક, પંકજભાઈ કાલરીયા, કીશોરભાઈ ચીખલીયા, નૈમિષભાઈ પંડિત, કીશોરભાઈ કોટેચા (કેશોદ), ધર્મેન્દ્રભાઈ કાનાબાર, પ્રતાપભાઈ ચગ, ઉપેન્દ્રભાઈ કાથરાણી, રવિભાઈ કોટેચા, નિતીનભાઈ પોપટ, હસુભાઈ પુજારા, નરેન્દ્રભાઈ પુજારા, વિનુભાઈ કાથરાણી, અનીલભાઈ મીરાણી, હરીશભાઈ હાલાણી, બાદલભાઈ હાલાણી, દેવેન્દ્રભાઈ હીરાણી, અશ્વીનભાઈ કારીયા, ઘનશ્યામભાઈ પુજારા, જયેશભાઈ કંસારા, પુષ્પરાજસિંહ જાડેજા, સહદેવસિંહ ઝાલા, લખનભાઈ કક્કડ સહીતનાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
શ્રી જલારામ ધામ-મોરબી દ્વારા વિવિધ પ્રકારની માનવસેવા જેવી કે બિનવારસી મૃતદેહ ના અંતિમ સંસ્કાર, શબવાહિની સેવા, વૈકુંઠ રથ સેવા, એમ્બ્યુલન્સ સેવા, દરરોજ બપોરે તથા સાંજે પ્રસાદની વ્યવસ્થા, દર ગુરુવારે મહાપ્રસાદ, પદયાત્રીઓની સેવા, ડો.કુસુમબેન એ. દોશી અન્નપૂર્ણા રથ, કુદરતી તેમજ માનવસર્જીત આફત સમયે સેવા, મેડિકલ સાધનો ની સેવા, દર માસે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ સહીતની સેવાઓ સર્વજ્ઞાતિય પ્રદાન કરવા માં આવે છે ત્યારે શ્રી જલારામ ધામ-મોરબી ખાતે ૪૦૦૦ સ્કેવર ફુટ માં એ.સી., લીફ્ટ, જનરેટર ની સુવિધાઓથી સજ્જ માતુશ્રી શાંતાબેન એ. દોશી- ડો.કુસુમબેન એ. દોશી અન્નપૂર્ણા ભુવનનુ લોકાર્પણ અષ્ટદશમ્ પાટોત્સવના દીવસે યોજવામાં આવ્યુ હતુ.કાર્યક્રમને સફળ બનાવવા શ્રી રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ-મોરબી, જલારામ ધામ-મોરબી, શ્રી જલારામ સેવા મંડળ-મોરબી, શ્રી જલારામ ધામ મહિલા મંડળ-મોરબી ના અગ્રણીઓએ જહેમત ઉઠાવી હતી
Morbi Today Social Media Platform