મોરબીમાં આઇટીની ટીમનો સપાટો, બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર જુદાજુદા ગ્રૂપમાંથી કરોડોની રોકડ-જવેરાત મળી: અનેક બેંક એકાઉન્ટ સીલ મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી માળીયા (મી) નજીકથી 9 પાડા ભરેલ બોલેરો ગાડી સાથે બે શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં 13.40 લાખના મુદામાલની ચોરીના ગુનામાં પકડાયેલા દંપતિ સહિતના ત્રણેય આરોપી જેલ હવાલે


SHARE













મોરબીમાં 13.40 લાખના મુદામાલની ચોરીના ગુનામાં પકડાયેલા દંપતિ સહિતના ત્રણેય આરોપી જેલ હવાલે

મોરબીના આધેડે મકાન ભાડે રાખ્યું હતું અને જે મકાન ભાડે રાખેલ હતું તે મકાનના માલિકને તેનું મકાન પાડીને નવું બનાવવું હતું જેથી મકાન ખાલી કરવા કહ્યું હતું જેથી આધેડે મકાન ખાલી કરી આપ્યું હતું જો કે, ભાડાના મકાનમાં તેઓના રોકડા રૂપિયા 3.20 લાખ તથા 14.7 તોલા સોનાના દાગીના ત્યાં પડ્યા હતા જે કુલ મળીને 13.40 લાખના મુદામાલની ચોરી કરવામાં આવી હતી જે ગુનામાં પોલીસે દંપતિ સહિત કુલ ત્રણ વ્યક્તિની ધરપકડ કરી હતી અને તેની પાસેથી ચોરીમાં ગયેલ તમામ મુદામાલ રીકવર કરવામાં આવ્યો છે અને આરોપીને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવેલ છે.

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ હાઉસિંગ બોર્ડમાં રહેતા હસમુખભાઈ લખમણભાઇ કોઠીયા (54)એ અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ એ ડિવિજનમાં નોંધાવેલ હતી જેમાં તેને જણાવ્યું હતુ કે, તેઓએ હાઉસિંગ બોર્ડમાં પોતાના મકાનનું નવેસરથી બાંધકામ કર્યું હોય તેના ઘરની સામેના ભાગમાં મકાન ભાડે રાખ્યું હતું અને જે મકાન ભાડે રાખ્યું હતું તે મકાનના માલિકે મકાન ખાલી કરવા માટે આધેડને કહ્યું હતું જેથી ફરીયાદીના મકાનનું 100 ટકા કામ પૂર્ણ થયું ન હતું તેમ છતાં પણ કેટલોક માલસામાન તેમણે પોતાના ઘરની અંદર ટ્રાન્સફર કર્યો હતો પરંતુ રોકડા રૂપિયા અને દાગીના જે થેલામાં હતા તે ભાડે રાખેલા મકાનમાં રાખવામાં આવ્યા હતા અને ત્યારબાદ મકાન ખાલી કર્યુ ત્યારે આ કિંમતી માલ સામાન ત્યાંથી લીધેલ ન હતો.

દરમ્યાન ડીવાયએસપી સમીર સારડાની પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, આધેડે ભાડે રાખ્યું હતું તે મકાન પાડવા માટે આવેલા મજૂરો દ્વારા મકાન પાડવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતું અને ત્યાં થેલામાં પડેલ 3.20 લાખ રોકડા તથા 14.7 તોલા સોનાના દાગીના જેની કિંમત 10,20 લાખ રૂપિયા આમ કુલ મળીને 13.40 લાખ રૂપિયાના મુદ્દામાલની મજૂરો દ્વારા ચોરી કરવામાં આવી હતી જેથી આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને આ ગુનામાં રાકેશભાઇ વાગુભાઇ નીનામા તેની પત્ની જયોતિબેન રાકેશભાઇ નીનામા અને મુકેશભાઇ વાગુભાઇ નીનામા રહે. બધા જ હાલ મોરબી મુળ એમપી વાળાની ધરપકડ કરેલ હતી અને ચોરીમાં ગયેલ સોનાના દાગીના તથા રોકડ રકમ સહિતનો તમામ મુદામાલ રિકવર કર્યો હતો અને આ આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવેલ છે.




Latest News