મોરબીમાં 13.40 લાખના મુદામાલની ચોરીના ગુનામાં પકડાયેલા દંપતિ સહિતના ત્રણેય આરોપી જેલ હવાલે
મોરબીની પી.જી.પટેલ કોલેજના વિદ્યાર્થીઓએ અમુલ ડેરીની મુલાકાત લીધી
SHARE







મોરબીની પી.જી.પટેલ કોલેજના વિદ્યાર્થીઓએ અમુલ ડેરીની મુલાકાત લીધી
મોરબી પી.જી.પટેલ કોલેજના પ્રમુખ દેવકરણભાઈ અને આચાર્ય ડો.રવિન્દ્ર ભટ્ટના વિદ્યાર્થી વિકાસના અવિરત પ્રયત્નના ભાગરુપે મેનેજમેન્ટ (BBA) વિદ્યા શાખાના વિદ્યાર્થીઓએ વિશ્વવિખ્યાત અને આણંદ ખાતે આવેલી અમુલ લિમિટેડ કંપનીની મુલાકાત લીધી હતી. આ મુલાકાત અંતર્ગત અમૂલ ડેરી - આણંદ અને અમુલ ચોકલેટ યુનિટ - મોગરની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું આ મુલાકાત દરમિયાન અમૂલ કંપનીના અધિકારીઓ વિદ્યાર્થીઓની સાથે રહ્યા હતા અને અમુલ કંપનીની 400 થી વધુ અલગ અલગ પ્રોડક્ટ ના ઉત્પાદન અને વેચાણ અંગેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. આ સાથે મેનેજમેન્ટના વિદ્યાર્થીઓમાં મેનેજમેન્ટના ગુણ વિકસે અને એ તેઓ એક કાર્યક્ષમ સંચાલક તરીકે ભવિષ્યમાં ઊભરી આવે તે માટે અર્થપૂર્ણ માહિતી અને માર્ગદર્શન પણ આપવામાં આવ્યા હતા. આ મુલાકાત દરમિયાન કોલેજના પ્રાધ્યાપક ડો. હેમાંગ ઠાકર, ડો.કાજલ પાઘડાળ અને પ્રોફેસર વિપુલ ગોસ્વામી વિદ્યાર્થીઓ સાથે જોડાયા હતા.
