મોરબીના રવાપર રોડ સોમનાથ સોસાયટી નજીકથી ૧૨૦ બીયરના ટીન ભરેલી કાર સાથે એક પકડાયો
મોરબીના પાંચેય તાલુકામાં પડેલ માવઠાના લીધે થયેલ નુકશાનીનો સર્વે કરી વળતર માટે ખેડુતોની માંગ
SHARE
મોરબીના પાંચેય તાલુકામાં પડેલ માવઠાના લીધે થયેલ નુકશાનીનો સર્વે કરી વળતર માટે ખેડુતોની માંગ
મોરબી જીલ્લામાં છેલ્લા બે દિવસમાં કમોસમી વરસાદના પાણી વહી ગયા હતા જેથી કરીને લોકો મુઝવણમાં મુકાયા હતા આટલું જ નહીં પરંતુ ખેડૂતના ખેતરમાં કપાસ-મગફળી સહિતના જે પાક તૈયાર હતા તેના ઉપર આ કમોસમી વરસાદનું પાણી પડવાના લીધે મોરબી જીલ્લાના માળીયા તાલુકાના ખેડૂતોના મોઢા સુધી આવેલ કોળિયો જૂટવાઇ જાય તેવી પરિસ્થિતી ઊભી થયેલ છે.
મોરબી જિલ્લાના મોરબી, માળીયા, ટંકારા, હળવદ અને વાંકાનેરમા છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો હતો અને કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પણ પડ્યો હતો જેથી કરીને માળીયા, વાંકાનેર સહિતના વિસ્તારના ખેડૂતોના પાકને નુકશાન થયું હતું સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો હતો અને સવારે આઠેક વાગ્યાના અરસામાં મોરબી શહેર અને તાલુકાનાં જુદાજુદા વિસ્તારમાં કમોસમી વરસાદ શરૂ થયો હતો અને ચોમાસામાં હોય તેવો વરસાદ હાલમાં શિયાળામાં પડી ગયો હતો જેથી લોકો પણ મૂંઝવણમાં મુકાયા હતા અને છેલ્લા બે દિવસોથી મોરબી જિલ્લાના માળીયા તાલુકાના બોડકી, ઝીંઝુડા, નાગડાવાસ, સરવડ, ભાવપર, મોટા-નાના ભેલા, તરઘરી અને જુદાજુદા ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોને નુકશાની થયેલ છે અને હાલમાં પણ મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં ઉઘાડ છે જો કે, બે દિવસમાં પડેલા વરસાદના લીધે માળીયાના તરઘરી સહિતના ગામમાં ખેડૂતો દ્વારા કપાસ-મગફળી-એરંડા સહિતના પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું તેના ઉપર કમોસમી વરસાદનું પાણી પડવાના કારણે આ લોકોના મોંઢા સુધી આવેલો કોળીયો છીનવાઇ જશે ત્યારે સરકાર તરફથી તેઓને થયેલ નુકશાનનું વળતર આપવામાં આવે તેવી માગણી લાગણી અને ખેડૂતો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.