મોરબીના રવાપર રોડ સોમનાથ સોસાયટી નજીકથી ૧૨૦ બીયરના ટીન ભરેલી કાર સાથે એક પકડાયો
20-11-2021 11:18 AM
SHARE
JOIN OUR GROUP
મોરબીના રવાપર રોડ સોમનાથ સોસાયટી નજીકથી ૧૨૦ બીયરના ટીન ભરેલી કાર સાથે એક પકડાયો
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે રાઉન્ડ દરમ્યાન મોરબીના રવાપર રોડ સોમનાથ સોસાયટીના સાર્વજનિક પ્લોટ પાસેથી શંકાસ્પદ હાલતમાં મળી આવેલ અલ્ટો કારને અટકાવી હતી અને તેની તલાસી લેતા કારમાંથી કિંગ ફિશર સુપર સ્ટ્રોંગ બીયરના ૧૨૦ ટીન મળી આવતા રૂપિયા ૧૨ હજારનો બિયરનો જથ્થો તથા દોઢ લાખની કાર સાથે એક ઇસમની ધરપકડ કરેલ છે.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટાફ જ્યારે રાઉન્ડમાં હતો ત્યારે રવાપર રોડ ઉપરની સોમનાથ સોસાયટી નજીકથી નીકળ્યો ત્યારે ત્યાંના સાર્વજનિક પ્લોટ પાસે શંકાસ્પદ હાલતમાં અલ્ટો કાર નંબર જીજે ૩૬ એલ ૭૭૭૩ દેખાતા તેની તલાસી લેવામાં આવી હતી ત્યારે કારમાંથી બીયરના ૧૨૦ ટીન મળી આવતા રૂપિયા ૧૨ હજારની કિંમતનો બિયરનો જથ્થો તથા રૂપિયા દોઢ લાખની કિંમતની અલ્ટો કાર એમ કુલ મળીને રૂા.૧.૬૨ લાખની કિંમતના મુદ્દામાલ સાથે હાલમાં પોલીસે અર્જુનસીંહ હરીસીંહ રાઠોડ જાતે રાજપુત (ઉ.વ.૨૫) હાલ રહે.મોરબી લીલાપર રોડ ખડીયાવાસ પ્રકાશભાઇ રબારીના વાડાની પાસે મુળ રહે.દહિંપુર તા.રાણીવાડા જી.જાલોર (રાજસ્થાન) ની સામે પ્રોહીબીશન એકટ મુજબ ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરેલ છે.
વાંકાનેર દારૂ
વાંકાનેર તાલુકાના મેસરીયા ગામ પાસેથી પસાર થતી કાર નંબર જીજે 3 કોપી 5711 ને રોકીને પોલીસે ચેક કરતા તે કારમાંથી 300 લિટર દેશી દારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે છ હજાર રૂપિયાની કિંમતનો દારૂ તેમજ બે લાખ રૂપિયાની કિંમતની કાર આમ કુલ મળીને 2.06 લાખના મુદ્દામાલ સાથે હાલમાં દિનેશ રાઘવભાઇ મેટાળીયા જાતે કોળી (ઉંમર 35) રહે રાજકોટ માર્કેટીંગ યાર્ડની બાજુમાં ભગીરથ સોસાયટી વાળા ની ધરપકડ કરેલ છે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
હળવદ દેશી દારૂની ભઠ્ઠી
હળવદ તાલુકાના રાયધ્રા ગામે રહેતા મહાદેવભાઈ કાળુભાઈ દેત્રોજા (41) ની વાડીમાં દેશી દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે રેડ કરી હતી ત્યારે વાડીમાં એરંડાના પાકને વચ્ચે દેશીદારૂની ભઠ્ઠી ધમધમતી હોવાનું ધ્યાન પર આવ્યો હતો અને ત્યાંથી પોલીસે 100 લીટર ઠંડો આથો અને 100 લીટર ગરમ આથો તેમજ ૪૦ લીટર દેશીદારૂ સહિત દેશી દારૂ બનાવવા માટેના ગેસનો બાટલો ગેસની નળી સહિતના સાધનો કબજે કરીને પોલીસે કુલ મળીને 2450 રૂપિયાનો માલ કબજે કરી હાલમાં આરોપીની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે.