મોરબીમાં આઇટીની ટીમનો સપાટો, બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર જુદાજુદા ગ્રૂપમાંથી કરોડોની રોકડ-જવેરાત મળી: અનેક બેંક એકાઉન્ટ સીલ મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી માળીયા (મી) નજીકથી 9 પાડા ભરેલ બોલેરો ગાડી સાથે બે શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના સફાઈ કામદારોને આવાસ પુરા પાડવા ડો.આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજના અમલી


SHARE













મોરબી જિલ્લાના સફાઈ કામદારોને આવાસ પુરા પાડવા ડો.આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજના અમલી

ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ ગાંધીનગર દ્વારા રાજ્યના સફાઈ કામદારો અને તેમના આશ્રિતોને રહેણાંકના પાકા આવાસોની સુવિધા પુરી પાડવા માટે ડો. આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજના અમલમાં મુકવામાં આવી છે. આ યોજનાનો લાભ સફાઈ કામદારો અને તેમના આશ્રિતોને મળવાપાત્ર રહેશે, જેમાં કોઈ આવક મર્યાદા લાગુ પડશે નહી.

આ યોજના હેઠળ સફાઈ કામદારો અને તેમના આશ્રિતોને રહેણાંકના પાકા આવાસો બનાવવા માટે સરકારશ્રીના નિયમોને આધિન વ્યક્તિગત રૂ.૧,૨૦,૦૦૦ (એક લાખ વીસ હજાર) ની સહાય ત્રણ હપ્તામાં મળવાપાત્ર થાય છે. આ યોજનાનો લાભ લેવા માટે સફાઈ કામદારો અને તેમના આશ્રિતોને esamajkalyan.gujarat.gov.in પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.આ યોજના અંતર્ગત વધુ વિગતો કે મદદ માટે  મોરબી જિલ્લા સેવા સદન, સો ઓરડી રૂમ નં. ૪૬.૪૭, ફોન નં. (૦૨૮૨૨-૨૪૨૨૨૪) નો સંપર્ક કરવા જિલ્લા મેનેજર, ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ અને નાયબ નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણની યાદીમાં જણાવવામાં આવ્યું છે




Latest News