મોરબી જિલ્લાના સફાઈ કામદારોને આવાસ પુરા પાડવા ડો.આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજના અમલી
મોરબીના નેશનલ હાઈવે ઉપર માટીનો ઢગલો કરનાર ટ્રક ચાલકને પોલીસે પકડ્યો
SHARE






મોરબીના નેશનલ હાઈવે ઉપર માટીનો ઢગલો કરનાર ટ્રક ચાલકને પોલીસે પકડ્યો
મોરબી જીલ્લા ટ્રાફિક પોલીસની ટીમ ટ્રાફિક નિયમન કામગીરી કરી રહી છે તેવામાં મોરબીના લાલપર નજીક નેશનલ હાઇવે રોડ ઉપર માટીનો ઢગલો કરીને ટ્રક ચાલક નાશી ગયો હતો અને તેનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો જેથી વિડીયોને આધારે પોલીસે તપાસ કરીને માટીનો ઢગલો કરીને નાશી ગયેલ ટ્રક નંબર જીજે ૧૩ એએક્સ ૪૫૯૩ ના ચાલકને શોધવા માટેની તજવીજ શરૂ કરી હતી અને ત્યાર જિલ્લા ટ્રાફિક પીઆઇ એચ.વી.ઘેલા અને તેની ટીમે ટ્રક ચાલક હમીર સુખાભાઈ મકવાણા (૩૧) રહે. મોળથળા તાલુકો થાનગઢ વાળાને પકડ્યો હતો અને તેને જ માટીનો ઢગલો કરેલ હોવાની કબુલાત આપી હતી જેથી ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધીને પોલીસે કાયદેસર કાર્યવાહી ધરી હતી.


