મોરબી જીલ્લા ભાજપના પ્રમુખ પદે જયંતીભાઈ રાજકોટિયાની વરણી: ઠેર ઠેરથી આવકાર
ટંકારા તાલુકામાં લગ્નના નામે છેતરપિંડીના ગુનામાં મુખ્ય મહિલા આરોપીની ધરપકડ
SHARE






ટંકારા તાલુકામાં લગ્નના નામે છેતરપિંડીના ગુનામાં મુખ્ય મહિલા આરોપીની ધરપકડ
ટંકારા તાલુકામાં લગ્નની લાલચ આપીને ૧,૦૦,૦00 રૂપિયા પડાવી લઈને છેતરપીંડી આચરી હતી જે ગુનામાં છેલ્લા ત્રણેક મહીનાથી ફરાર મુખ્ય સ્ત્રી આરોપીને ટંકારા પોલીસે પકડીને આગળની કાર્યવાહી કરેલ છે.
ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બી.એન.એસ. કલમ-૩૧૬(૨),૩૧૮(૪),૫૪ મુજબ વર્ષ ૨૦૨૪ માં ફરીયાદીને લગ્નની લાલચ આપી હતી અને ફરીયાદી સાથે ફુલહાર કરાવી ફરીયાદી પાસેથી આરોપીઓએ રૂપીયા ૧,૦૦,૦૦૦ પડાવીને છેતરપીંડી આચરેલ હતી જે ગુનામાં અગાઉ સ્ત્રી આરોપી સહીત બે આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ હતી. જે ગુનામાં મુખ્ય સ્ત્રી આરોપી જોશનાબેન મકવાણા રહે. રાજકોટ વાળી છેલ્લા ત્રણેક મહીનાથી ફરાર હોય જે ટંકારા ટાઉન વિસ્તારમાં આવેલ હોવાની કૃષ્ણરાજસિંહ ઝાલાને હકિકત મળી હતી જેના આધારે મહીલા આરોપી જોશનાબેન ગુલાબભાઇ મકવાણા રહે. હાલ ગોંડલ ચોકડી, પેટ્રોલ પંપ પાસે ઝુપડામાં, રાજકોટ મુળ ગામ જારીયા તાલુકો ધ્રોલ વાળીને પકડીને મહિલા આરોપી પાસેથી છેતરપીંડી આચરીને પડાવેલ રોકડા રૂપીયા પૈકી રોકડા ૨૫,૦૦૦ તથા અન્ય મુદામાલ મળીને ૨૭,૫૦૦ નો મુદામાલ કબજે કર્યો હતો આ કામગીરી પીઆઇ કે.એમ.છાસીયા ની સૂચના મુજબ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.


