મોરબીના ભગડામામા સર્કલથી ભક્તિનગર સર્કલ સુધીની સ્ટ્રીટ લાઈટો ચાલુ કરાવા માંગ
મોરબીના સોખડા નજીક ટ્રકમાં અવાજ આવતો હોય નીચે જોવા ઉતરેલા ડ્રાઇવરને અન્ય વાહનના ચાલકે હડફેટે લેતા મોત
SHARE






મોરબીના સોખડા નજીક ટ્રકમાં અવાજ આવતો હોય નીચે જોવા ઉતરેલા ડ્રાઇવરને અન્ય વાહનના ચાલકે હડફેટે લેતા મોત
મોરબી માળિયા હાઇવે ઉપર આવેલા સોખડા ગામના પાટીયા નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ટ્રક ચાલક પોતાનું વાહન લઈને જતો હતો ત્યારે તેના વાહનમાં અવાજ આવતો હોય તેણે પોતાનો ટ્રક રોડ સાઈડ પાર્ક કરીને ટ્રકની પાછળ જોવા માટે ગયો હતો અને જોઈને પરત પોતાના ટ્રકની કેબિન બાજુ જતો હતો ત્યારે પાછળથી આવેલ અન્ય ટ્રક કન્ટેનરના ચાલકે તેને હડફેટે લેતા ચગદાઈ જવાથી આધેડને ગંભીર ઇજા થવાથી ટ્રક ડ્રાઇવરનું મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભે હાલમાં અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
જાણવા મળતી માહિતી મુજબ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ધનાભાઈ બેરાજભાઈ ચનપા નામના વ્યક્તિએ અજાણ્યા ટ્રક કન્ટેનર ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબીના સોખડા ગામના પાટીયા નજીકથી ગત તા. 24/2 ના રોજ બપોરના એકાદ વાગ્યાના અરસામાં તેઓ ટ્રક લઈને જતા હતા ત્યારે તેમના ટ્રકમાં પાછળ અવાજ આવતો હતો જેથી ટ્રકના ડ્રાઇવર નુરમામદભાઈ હુસેનભાઇ રૂંજા રહે. ગાંધીનગર ઓખા મંડળ દેવભૂમિ દ્વારકા વાળાએ પોતાનો ટ્રક રોડ સાઈડમાં પાર્ક કર્યો હતો અને નીચે ઉતરીને પાછળની બાજુ અવાજ આવતો હતો ત્યાં જોવા મળે ગયા હતા ત્યાર બાદ તેઓ ટ્રક નીચેથી નીકળીને પરત પોતાના ટ્રકની કેબિન તરફ આવવા માટે રોડ ઉપર આવ્યા ત્યારે પાછળથી આવેલા અજાણ્યા ટ્રક કન્ટેનરના ચાલકે તેઓને હડફેટે લીધા હતા જેથી કરીને નુરમામદને માથા અને પગના ભાગે ગંભીર ઇજા થયેલ હતી અને માંસ નીકળી જવાથી તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજયું હતું આ બનાવ સંદર્ભે હાલમાં નોંધાયેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે. અને આગળની તપાસ પીએસઆઈ ડી.ડી. જોગેલા કરી રહ્યા છે.


