મોરબીની પી.એમ. શ્રી તાલુકા શાળાના રિનોવેશન બાદ નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ કર્યું ઉદઘાટન અસામાજીક તત્વોમાં ફફડાટ: માળિયા (મી)માં ફાયરીંગ અને હત્યાના ગુનામાં સંડોવેલા આરોપીની 12 દુકાનો સહિત 44 દબાણોને પાલિકાએ તોડી પાડ્યા મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની જહેમતથી વિમેદારને રૂા.એક લાખ અને ખર્ચની રકમ વ્યાજ સહીત મળી વાંકાનેરના એએએ ગ્રૂપ દ્વારા રંગ-પિચકારી અને ખજૂર-ધાણીનું વિતરણ મોરબીમાં ચોરાઉ પેટકોકના ધંધામાં સંડોવાયેલ વધુ ત્રણ આરોપીની ધરપકડ વાંકાનેરમાં વીજ બિલ ન ભરતા ખેડૂતનું ખેતીવાડીનું કનેક્શન કટ કરનારા વીજકર્મીને રસ્તામાં રોકીને મારી નાખવાની ધમકી હળવદમાં બકરા ચરાવવા ગયેલા શખ્સે આધેડ સહિતનાઓની સાથે ઝઘડો કરીને આપી મારી નાખવાની ધમકી વિશ્વ કિડની દિવસ: યોગ્ય આહાર થકી જ જળવાય છે કિડનીની સ્વસ્થતા
Breaking news
Morbi Today

હળવદમાં બકરા ચરાવવા ગયેલા શખ્સે આધેડ સહિતનાઓની સાથે ઝઘડો કરીને આપી મારી નાખવાની ધમકી


SHARE











હળવદમાં બકરા ચરાવવા ગયેલા શખ્સે આધેડ સહિતનાઓની સાથે ઝઘડો કરીને આપી મારી નાખવાની ધમકી

હળવદમાં આવેલ તક્ષશિલા સ્કૂલ પાસે બટુક કુવા માર્ગ ઉપર આવેલ વાડી પાસેથી બકરા ચરાવવા જઈ રહેલા શખ્સે વાડીમાં રહેલ સોલાર ઝટકા બંધ કરવા માટે થઈને કહ્યું હતું ત્યારે આધેડે સોલાર ઝટકા બંધ કરવાની ના પાડી હતી જે બાબતે સામેવાળાએ ઉશ્કેરાઈ જઈને આધેડ સહિતનાઓની સાથે બોલાચાલી ઝઘડો કર્યો હતો અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી હાલમાં ભોગ બનેલા આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે હળવદમાં આવેલ ગોરી દરવાજા પાસે વાલાજીના ચોરા પાસે રહેતા ત્રિભુવનભાઈ રામજીભાઈ ધારીયા (50)એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રાજુભાઈ ઇન્દુભાઇ ભરવાડ રહે. બસ સ્ટેશન પાછળ હળવદ વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, હળવદમાં આવેલ તક્ષશિલા સ્કૂલ પાસે બટુક કુવાના માર્ગ ઉપર તેઓની વાડી આવેલ છે અને વાડીના સેઢા ઉપરથી આરોપી તેના બકરા ચરાવવા માટે જતો હતો ત્યારે તેણે વાડીમાં રહેલ સોલાર ઝટકા બંધ કરવા માટે થઈને કહ્યું હતું ત્યારે ફરિયાદી અને સાહેદે સોલાર ઝટકા બંધ કરવાની ના પાડી હતી જે બાબતે ઉકેરાઈ ગયેલ શખ્સે ફરિયાદી તથા સાહેને ગાળો આપીને બોલાચાલી થતાં ઝઘડો કર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ આધેડે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

વરલી જુગાર

મોરબી તાલુકાના શાપર ગામની સીમમાં પાવળીયારી કેનાલ પાસે જાહેરમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હતા ત્યાં પોલીસે જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી નૂરમહમદભાઈ સુલેમાનભાઈ સમા (32) રહે. વીસીપરા સિસ્ટરના બંગલા પાસે મોરબી વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હતો જેથી પોલીસે 700 ની રોકડ સાથે તેની ધરપકડ કરી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મારામારીમાં ઇજા થતાં બે મહિલા સારવારમાં

મોરબીના મકરાણીવાસ વિસ્તારમાં રહેતા મકસુદબેન ઇદ્રીશભાઈ બલોચ (30) નામની મહિલાને ઘરે મારામારીમાં ઈજા થઇ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા આવી જ રીતે મકરાણીવાસમાં રહેતા હીનાબેન યાસીનભાઈ મકરાણી (38)ને ઘર પાસે મારામારીના બનાવમાં ઇજા થયેલ હતી જેથી તેઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બંને બનાવની એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી.

અકસ્માતમાં ઇજા

હળવદ તાલુકાના જુના દેવડીયા ગામે રહેતા બાજુબેન બંનેસંગ રજપુત (66) નામના મહિલા ઘરેથી બાઈકમાં બેસીને વાડીએ જતા હતા ત્યારે કોઈ કારણસર રસ્તામાં તે બાઈકમાંથી પડી જતા તેઓને ઈજા થઈ હતી જેથી તે મહિલાને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.








Latest News