હળવદમાં બકરા ચરાવવા ગયેલા શખ્સે આધેડ સહિતનાઓની સાથે ઝઘડો કરીને આપી મારી નાખવાની ધમકી
વાંકાનેરમાં વીજ બિલ ન ભરતા ખેડૂતનું ખેતીવાડીનું કનેક્શન કટ કરનારા વીજકર્મીને રસ્તામાં રોકીને મારી નાખવાની ધમકી
SHARE






વાંકાનેરમાં વીજ બિલ ન ભરતા ખેડૂતનું ખેતીવાડીનું કનેક્શન કટ કરનારા વીજકર્મીને રસ્તામાં રોકીને મારી નાખવાની ધમકી
વાંકાનેર નજીકના રાતીદેવડી ગામે રહેતા વ્યક્તિએ તેના ખેતીવાડીના વીજ કનેક્શનનું બિલ ભરેલ ન હતું જેથી વીજ કર્મચારી દ્વારા તે વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યું હતું જે બાબતનો ખાર રાખીને “કાલે કેમ તમે અમારી વાડીનું ખેતીવાડીનું કનેક્શન કાપી નાખેલ છે” તેવું કહીને વિજ કર્મચારીને ગાળો આપીને વીજ કર્મચારી તથા તેની સાથે અન્ય કર્મચારી સાથે જપાજપી કરી હતી અને વીજ કર્મચારીને મારી નાખવાની ધમકી આપી હતી જેથી હાલમાં વીજ કર્મચારી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને ત્રણ શખ્સોને પકડવા માટે તજવીજ હાથ ધરી છે
જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ બોટાદ જિલ્લાના રહેવાસી અને હાલમાં વાંકાનેરમાં આવેલ ભાટિયા સોસાયટી ભૂતનાથ મંદિર પાસે ભાડાના મકાનમાં રહેતા અને વીજ કંપનીમાં કર્મચારી તરીકે ફરજ બજાવતા હરપાલસિંહ નિર્મળસિંહ ગોહિલ (38)એ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે મહમદફરીદભાઇ ઉસ્માનભાઇ કડીવાર, કડીવાર ગુલાબમોયુદીન આહમદભાઇ તથા કડીવાર યુસુફભાઇ આહમદભાઇ રહે. બધા રાતીદેવરી તાલુકો વાંકાનેર વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, રાતીદેવરીથી વાંકીયા રોડ ઉપર આવેલ સરકારી સ્કૂલ પાસેથી ફરિયાદી તથા સાહેદ વીજ કંપનીમાં ફરજ બજાવતા હોય પસાર થઈ રહ્યા હતા દરમ્યાન આરોપીઓએ તેનું ખેતીવાડીના વીજ કનેક્શનનું બિલ ભરેલ ન હોવાથી વીજ કનેક્શન કટ કરવામાં આવ્યું હતું જે બાબતનો ખાર રાખીને ફરિયાદી તથા સાહેદને આરોપીઓએ ઉભા રાખીને ઊંચા આવજે તેના સાથે બોલાચાલી કરી હતી તથા “કાલે કેમ તમે અમારી વાડીનું ખેતીવાડીનું કનેક્શન કાપી નાખેલ છે” તેઓ સવાલ કરીને ગાળો આપી હતી અને ત્યારબાદ ફરિયાદી તથા તેની સાથે રહેલ વીજ કર્મચારી સાથે જપજપી કરવામાં આવી હતી અને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલ વીજ કર્મચારી દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
મારામારીમાં ઇજા
મોરબીમાં મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં એઝાઝ અબ્દુલભાઈ દલવાણી (33) રહે. લોમજીવન પાર્ક વાવડી રોડ મોરબી તથા હૈદરઅલી નૂરભાઈ અન્સારી (30) રહે. વાવડી રોડ દરગાહ પાસે વાળાઓને ઇજા થઇ હોવાથી ઇજા પામેલા યુવાનોને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને સારવાર બાદ આ બનાવની એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી


