મોરબીના લખધીરપુર રોડ ઉપર સિરામિક યુનિટમાં તાવની બીમારી સબબ મજૂર યુવાનનું મોત
SHARE









મોરબીના લખધીરપુર રોડ ઉપર સિરામિક યુનિટમાં તાવની બીમારી સબબ મજૂર યુવાનનું મોત
મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલા સુકુન સીરામીક નામની ઇન્ડસ્ટ્રીઝમાં રહીને ત્યાં જ મજૂરી કામ કરતાં રામવિરભાઈ બ્રિજેશભાઈ કેવટ નામના ૩૦ વર્ષીય મજુર યુવાનને છેલ્લા બે-ત્રણ દિવસથી તાવ આવતો હોય તેને બેભાન હાલતમાં મોરબીની સિવિલ હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો ત્યાં રાજકોટ ખાતે ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો અને તપાસના કાગળો ત્યાંથી આવતા હાલ મોરબી તાલુકા પોલીસ મથકના મહીલા એએસઆઇ જીજ્ઞાશાબેન કણસાગરાએ તપાસ હાથ ધરેલ છે.
પતિ સાથે બોલાચાલી થતાં લાગી આવતાં ઝેરી દવા પી લેતા પરિણીતા સારવારમાં
મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના હિરાપર ગામે ભવાનભાઈ કરશનભાઈ ફેફરની વાડીએ રહીને મજૂરીકામ કરતાં અનિલભાઈ કરસનભાઈ વસુમીંયા જાતે આદિવાસીના પત્ની અનિતાબેન (ઉંમર વર્ષ ૨૨) એ ગઈ કાલે ઝેરી દવા પી લેતા તેઓને અહીંની મંગલમ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયા હતા.પોલીસને જાણ થતા મોરબી એ ડીવીઝન પોલીસે પ્રાથમિક તપાસ કરીને બનાવ અંગે ટંકારા પોલીસ મથકના આઇ.ટી.જામને બનાવની જાણ કરતા તેઓએ કરેલી તપાસમાં ખૂલ્યું હતું કે, અનિતાબેનનો લગ્નગાળો બે વર્ષનો છે અને હાલ તેઓ સગર્ભા છે અને પતિ-પત્ની વચ્ચે સામાન્ય બોલાચાલી થઇ હતી તે વાતનું મનમાં લાગી આવતા અનિતાબેને ઉપરોક્ત પગલું ભરી લીધું હતું. મુળ મધ્યપ્રદેશના અનિલભાઈ પોતાના પત્ની અનીતાબેન સાથે ટંકારાના હીરાપર ગામે ભવાનભાઈની વાડીએ રહીને ખેત મજૂરીનું કામ કરે છે.
મારામારીમાં ઇજા
મોરબીના લીલાપર રોડ ઉપર આવેલી નીલકમલ સોસાયટીમાં રહેતા દિવ્યેશ જગદીશભાઈ સાવરીયા નામના ૨૪ વર્ષીય યુવાનને મારામારીના બનાવમાં ઇજાઓ થતા તેને સારવાર માટે સિવિલે ખસેડાયો હતો. જ્યારે મોરબીના શનાળા રોડ ન્યુ ચંદ્રેશનગર વિસ્તારમાં રહેતા આનંદ સુરેશભાઈ અઘારા નામના ૨૦ વર્ષીય યુવાનને પણ મારામારીના બનાવમાં ઇજાઓ થતા તેને પણ સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો હતો.તેમજ મોરબીના રહેવાથી હિરેનભાઈ કવૈયા નામના ૨૮ વર્ષીય યુવાનને નવલખી રોડ ઉપર ખાખરાળા ગામ નજીક બાઇક સ્લીપ થઇ જવાના બનેલા બનાવમાં ઇજાઓ થતાં તેને પણ ડો.હેમલ પટેલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લવાયો હતો.
