મોરબીના લખધીરપુર ગામનો બનાવ : મોટી બહેનના લગ્ન દરમિયાન નાની બહેનનું મોત
મોરબીના સિરામિક યુનિટમાં પેટમાં દુખાવો પડ્યા બાદ પરપ્રાંતીય મજૂર યુવાનનું મોત
SHARE
મોરબીના સિરામિક યુનિટમાં પેટમાં દુખાવો પડ્યા બાદ પરપ્રાંતીય મજૂર યુવાનનું મોત
મોરબીના હળવદ રોડ ઉપર આવતા ઉંચી માંડલ ગામની પાસે આવેલ સિરામિક યુનિટમાં રહેતા મૂળ ઓરિસ્સાના મજુર યુવાનને આજે વહેલી સવારના પેટમાં દુખાવો ઉપડયા બાદ તેને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાતા રસ્તામાં જ તેનું મોતની નિપજયુ હોય તાલુકા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
મોરબી તાલુકા પોલીસમાંથી જાણવા મળતી વિગતો મુજબ મૂળ ઓરિસ્સાનો અને હાલ મોરબીના હળવદ રોડ ઉપર ઉંચી માંડલ ગામ પાસે આવેલા મારબીલીનો સિરામિક નામના યુનિટના લેબર કવાટરમાં રહીને ત્યાં જ મજૂરી કામ કરતાં અમરસિંગ બાલુસિંહ આદિવાસી (ઉમર ૨૧) નામના પરપ્રાંતિય મજુર યુવાનને આજે તા.૨૧ ના વહેલી સવારના ચારેક વાગ્યાના અરસામાં પેટમાં દુખાવો ઉપડતાં તેને સારવાર માટે સામાકાંઠે આવેલ સમર્પણ હોસ્પિટલે ખસેડાયો હતો અને ત્યાંથી તેને વધુ સારવાર અર્થે રાજકોટ લઇ જવામાં આવતો હતો તે દરમિયાન રસ્તામાં જ અમરસિંગ આદિવાસીનું મોત નીપજ્યું હતું.જેથી તેના મૃતદેહને પીએમ અર્થે મોરબીની સિવિલ હોસ્પિટલે ખસેડાતા બનાવની જાણ મોરબી તાલુકા પોલીસ મથકે કરવામાં આવી હતી જેથી કરીને તપાસ અધિકારી જે.જે.ડાંગરે મૃતકના પરિવારને બનાવમી જાણ કરી મૃતકના વિસેરા લઇને મોતનું ખરૂ કારણ જાણવા અંગે આગળની તપાસ હાથ ધરી છે.
બાળકી સારવારમાં
મોરબીની લીલાપર ચોકડી પાસે કોઈ ઝેરી જનાવર કરડી જવાથી પ્રિયાબેન દિનેશભાઈ પટેલ નામની ૧૨ વર્ષીય બાળકીને ગઈકાલ મોડી રાત્રીના દશેક વાગ્યે સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવી હતી.મોરબીના વીસીપરામાં આવેલા રોહીદાસપરા વિસ્તારમાં ઘરમાં થયેલ મારામારીના બનાવમાં પ્રવિણ ગાંડુભાઈ શુકલ નામના ૪૦ વર્ષીય યુવાનને ઇજાઓ થતાં તેને સારવાર માટે સિવિલે ખસેડાયો હતો.
વાહન અકસ્માતમાં ઈજા
મોરબીના જુના ઘનશ્યામગઢ ગામે રહેતો ખુશ વિષ્ણુભાઈ કૈલા નામનો ૧૭ વર્ષીય યુવાન ધાંગધ્રામાં બાઈક લઈને જતો હતો ત્યારે ત્યાં તેનું બાઈક અન્ય બાઈક સાથે અથડાતા ખુશ વિષ્ણુભાઈ કૈલા નામના યુવાનને ઇજાઓ થતા મોરબીની ક્રિષ્ના હોસ્પિટલે સારવારમાં ખસેડાયો હતો.જ્યારે માળિયા મિંયાણાના સુલતાનપુર ગામે પ્રેમ અવચરભાઈ નામના ૪૦ વર્ષીય યુવાને કોઈ કારણોસર ઝેરી દવા પી લેતાં તેને મોરબીની સિવિલ હોસ્પિટલે અને ત્યાંથી તેને વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયો હોવાનું પોલીસ સુત્રોએ જણાવીને આગળની તપાસ હાથ ધરેલ છે.