મોરબીના સિરામિક યુનિટમાં પેટમાં દુખાવો પડ્યા બાદ પરપ્રાંતીય મજૂર યુવાનનું મોત
મોરબીના માળીયા હાઈવે ઉપર ટ્રક ચાલકે હડફેટે લેતા બાઇક સવાર આધેડનું મોત
SHARE
મોરબીના માળીયા હાઈવે ઉપર ટ્રક ચાલકે હડફેટે લેતા બાઇક સવાર આધેડનું મોત
મોરબીના સામાકાંઠે વેજીટેબલ રોડ વિસ્તારમાં રહેતાં આધેડ કામ સબબ માળીયા તરફ ગયા હતા અને માળીયાથી કામ પતાવીને તેઓ પરત મોરબી આવી રહ્યા હતા ત્યારે ગત મોડી રાત્રીના સાડા દશેક વાગ્યાના અરસામાં માળીયા હાઇવે ઉપર આવેલા અર્જુનનગર ગામ પાસે અજાણ્યા ટ્રક ચાલકે તેમના બાઇકને હડફેટે લેતાં તેમનું ઘટના સ્થળે મોત નિપજ્યું હોવાનું જાણવા મળે છે.બનાવ અંગે માળીયા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
માળીયા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ માળીયા હાઇવે ઉપર આવેલા અર્જુનનગર ગામ પાસે ગત મોડી રાત્રીના સાડા દસેક વાગ્યાના અરસામાં વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં અજાણ્યા ટ્રક ચાલકે બાઇક ચાલક મૂળજીભાઈ પાંચાભાઇ મકવાણા જાતે કોળી (ઉમર ૫૩) રહે.વેજીટેબલ રોડ મોરબી-૨ ને હડફેટે લેતા ઘટના સ્થળે જ મૂળજીભાઈ મકવાણાનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે માળીયા પોલીસ મથકના ગીરીશભાઈ મારૂણીયાએ આગળની તપાસ હાથ ધરી છે.
ઝેરી દવા પી લેતા સારવાર
મોરબી-કંડલા બાયપાસ હાઇવે ઉપર આવેલા આનંદનગર વિસ્તારમાં રહેતો કલ્પેશ ધનજીભાઈ રૈયાણી નામનો ૩૩ વર્ષીય યુવાન કોઈ અકળ કારણોસર ઝેરી દવા પી ગયો હતો જેથી તેને સારવાર માટે ક્રિષ્ના હોસ્પિટલે ખસેડાયો હતો.માળીયા મીંયાણાના વેણાસર ગામ વીંછી કરડી જતા દક્ષાબેન લલીતભાઈ રાઠોડ નામની ૨૬ વર્ષીય મહિલાને સારવારમાં ખસેડવામાં આવી હતી. જયારે હળવદના સુરવદર ગામે રહેતા અસ્મિતાબેન બાબુભાઇ હળવદીયા નામની ૫૦ વર્ષીય મહિલા બાઈકમાં બેસીને જતા હતા તે સમયે બાઇકમાંથી નિચે પડી જતા ઇજાઓ થવાથી તેણીને પણ સારવારમાં ખસેડાયા હતા. જ્યારે મોરબીના લાતી પ્લોટ શેરી નંબર-૪ માં ઘર નજીક મારામારીના બનાવમાં કુલસુમબેન ઈદ્રીશભાઈ વડાવરીયા નામની ૩૦ વર્ષીય મહિલાને ઇજાઓ થતાં તેમને પણ સારવારમાં ખસેડાયા હતા.