માળીયા (મી)માં નાના ધંધાર્થીઓને ધંધો કરવા માટે વૈકલ્પિક જગ્યા આપવા સીએમને રજૂઆત
વાંકાનેર: બોલાચાલી બાદ માર મારતા પત્ની રિસાઈને સૂઈ જતાં યુવાને અણધાર્યું પગલું ભર્યું
SHARE






વાંકાનેર: બોલાચાલી બાદ માર મારતા પત્ની રિસાઈને સૂઈ જતાં યુવાને અણધાર્યું પગલું ભર્યું
વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડીયા ગામની સીમમાં આવેલ કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા શ્રમિક યુવાનને તેના પત્ની સાથે સામાન્ય બોલાચાલી થઈ હતી અને તે યુવાને તેની પત્નીને મારમાર્યો હતો જેથી યુવાનની પત્ની રિસાઈને સૂઈ જતા યુવાનને મનોમન લાગી આવ્યું હતું અને તેને પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી યુવાનનું મોત નીપજ્યું હતું અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.
જાણવા મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડીયા ગામની સીમમાં આવેલ શીવાય ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા રોશનભાઈ વસંતભાઈ ધુર્વ (23) નામના યુવાને પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી યુવાનનું મોત નીપજયું હતું અને આ બનાવની દર્શનભાઈ નીતિનભાઈ ઘેટીયા (24) રહે. ચિત્રકૂટ સોસાયટી શેરી નં-2 મોરબી વાળાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી જેથી પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક યુવાનને તેના પત્ની શીતલબેન સાથે સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી અને મૃતક યુવાને તેની પત્નીને માર માર્યો હતો જેથી તેની પત્ની રિસાઈને સૂઈ જતા યુવાનને મનોમન લાગી આવ્યું હતું અને તેને પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જે અંગેની પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.


