હળવદ યાર્ડના વેપારી સાથે ૬૯.૬૪ લાખની છેતરપિંડી-વિશ્વાસઘાતના ગુનામાં મુખ્ય આરોપી ઝડપાયો મોરબીમાં ધુળેટીના દિવસે ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ ખોખરા હનુમાન ખાતે આનંદ ઉત્સવ ઉજવાયો મોરબીના કડીવાર પરીવારે તેઓના દાદાની ૩૦ મી પુણ્યતીથીએ કીડીયારું પુરીને તેમજ ગૌસેવાનું કામ કરીને શ્રધ્ધાંજલિ આપી 1 એપ્રિલ થી 90 દિવસથી વધુ પેમેન્ટ ક્રેડિટ અપાશે નહીં: મોરબીમાં પોલિસીંગ ટુલ્સ ડિપાર્ટમેન્ટની મિટિંગમાં લેવાયો નિર્ણય મોરબીના બે સ્મશાન ગૃહમાં સરકારી 1.50 કરોડની ગ્રાન્ટમાંથી બનેલ ગેસ આધારિત સ્મશાન ભઠ્ઠી-નવા પ્રાર્થના હોલનું ધારાસભ્યએ લોકાર્પણ કર્યું મોરબી જીલ્લામાં ગૌવંશ કતલના ગુનામાં પકડાયેલા પાંચ આરોપીઓ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં રાત્રિ દરમિયાન સગીરાનું અપહરણ: પોકસો, એટ્રોસીટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીની એલ.ઇ. અને અમદાવાદની એલ. ડી. કોલેજનું ૧૦ કરોડના ખર્ચે હેરિટેજ રિસ્ટોરેશન કરાશે
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ગૌવંશ કતલના ગુનામાં પકડાયેલા પાંચ આરોપીઓ પાસા હેઠળ જેલ હવાલે


SHARE











મોરબી જીલ્લામાં ગૌવંશ કતલના ગુનામાં પકડાયેલા પાંચ આરોપીઓ પાસા હેઠળ જેલ હવાલે

માળીયા (મિં) અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગૌવંશ કતલનો ગુનો નોંધાયો હતો જે ગુનાઓમાં સંડોવાયેલ પાંચ આરોપીઓની પાસા દરખાસ્ત મુકી હતી જેને મંજુર કરવામાં આવતા એલસીબીની ટીમે પાંચેય આરોપીઓને પાસા હેઠળ ડીટેઇન કરી અલગ-અલગ જેલમાં મોકલી આપેલ છે

મોરબી એલસીબીના પીઆઇ એમ.પી.પંડયા, માળીયા તાલુકા પીઆઇ આર.સી.ગોહીલ અને હળવદના પીઆઇ આર.ટી.વ્યાસ દ્વારા મિંયાણા અને હળવદ પોલીસ સ્ટેશનમાં અગાઉ ગૌવંશ કતલનો ગુનો નોંધાયેલ હતો તેમાં સંડોવાયેલ પાંચ આરોપીઓની પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલાવવામાં આવી હતી જેને જીલ્લા મેજિસ્ટ્રેટ કે.બી.ઝવેરી દ્વારા મંજૂર કરવામાં આવેલ છે અને પાંચ આરોપીઓના પાસા વોરંટ ઇશ્યુ કરેલ હતા જેથી કરીને પાંચેય આરોપીઓને સત્વરે અટકાયત કરવા માળીયાના પીઆઇ આર.સી.ગોહીલને સૂચના આપવામાં આવી હતી જેથી કરીને પીએસઆઇઉ ડી.કે.જાડેજા અને ટીમે પાંચેય આરોપીઓને ઝડપી લીધેલ હતા.

જે આરોપીઓને પાસા હેઠળ પકડીને જેલ હવાલે કરવામાં આવેલ છે તેમાં સાઉદીનભાઇ ઓસમાણભાઇ કાજેડીયા (36) રહે. કાજરડા વાળાને લાજપોર મધ્યસ્થ જેલ સુરત, રમજાનભાઇ ફારૂકભાઇ જામ (35) રહે. જુના અંજીયાસર વાળાને મધ્યસ્થ જેલ વડોદરા, અલાઉદીનભાઇ મુસાભાઈ જામ (20) રહે. કાજરડા વાળને જિલ્લા જેલ ભાવનગર, આમીનભાઇ રહીમભાઇ માણેક (21) રહે. કાજરડા વાળાને મધ્યસ્થ અમદાવાદ જેલ અને અબ્બાસભાઇ મુસાભાઇ મોવર (33) રહે. કાજરડા વાળાને જિલ્લા જેલ જુનાગઢ ખાતે ખસેડવામાં આવેલ છે. આ કામગીરી મોરબી એલસીબીના પીઆઇ એમ.પી.પંડયા, માળીયા તાલુકા પીઆઇ આર.સી.ગોહીલ અને હળવદના પીઆઇ આર.ટી.વ્યાસની સૂચના મુજબ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.








Latest News