મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

હળવદના માનગઢ ગામે અગરિયાઓના લાભાર્થે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો


SHARE









હળવદના માનગઢ ગામે અગરિયાઓના લાભાર્થે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

ટીકર(રણ) મોબાઈલ હેલ્થ યુનિટ દ્વારા માનગઢ સબસેન્ટર પાસે અગર વિસ્તારનાં પ્રજાજનો માટે અને તેમના સ્વાસ્થ્ય સુખાકારી માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત આરોગ્ય શાખાનાં માર્ગદર્શન હેઠળ અને અગરિયા હિત રક્ષક મંચનાં સહયોગથી  સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં વિનામૂલ્યે સારવાર તથા દવાઓ આપવામાં આવી હતી અને દર્દીઓ માટે બીપીની તપાસ, સુગરની તપાસ, પ્રસુતિની તપાસ, શરીરના તાપમાનની તપાસ, હૃદયના ધબકારાની તપાસ તેમજ હિમોગ્લોબીનની તપાસ પણ કરવામાં આવી હતી. આ કેમ્પમાં ૨૧૨ જેટલા અગરીયા ભાઈ- બહેનોએ લાભ લીધો હતો. આ કેમ્પમાં અનુભવી ફીજીસિયન ડોકટરોની ટીમ દ્વારા દર્દીની યોગ્ય તપાસ કરી સંપૂર્ણ માર્ગદર્શન તેમજ સેવા આપવામાં આવી હતી. આ કેમ્પને સફળ બનાવમાં તાલુકા હેલ્થ ઓફિસર ડો. ચીંતન દોશી, એમ.એચ.યુ. મેડિકલ ઓફિસર ડો. જેનીશ ઝાલરિયા, સી.એચ.ઓ કાજલબેન ભડાણીયા, એમ.પી.એચ.એસ ચિરાગભાઈ રામાણી, એમ.પી.એચ.ડબલ્યુ વિપુલભાઈ જોષી, એફ.એચ.ડબલ્યુ રાધિકાબેન ચૌહાણ તથા આશા બહેનો અને અગરિયા હિત રક્ષક મંચ મારૂતસિંહ બારૈયાએ વિશેષ સહયોગ આપ્યો હતો.




Latest News