મોરબીના લાલપર પાસે છરીની અણીએ ડીઝલની લૂંટના ગુનામાં વધુ ત્રણ આરોપી ઝડપાયા
SHARE







મોરબીના લાલપર પાસે છરીની અણીએ ડીઝલની લૂંટના ગુનામાં વધુ ત્રણ આરોપી ઝડપાયા
મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ લાલપર પાસે રાત્રીના સમયે ટ્રકના ડ્રાઇવરોને છરી બતાવીને 750 લિટર ડીઝલની લૂંટ કરવામાં આવી હતી જે ગુનામાં અગાઉ કચ્છની કુખ્યાત સમા ગેંગના એક સહિત બે આરોપીઓની ધરપકડ કરી હતી અને આ ગુનામાં હાલમાં વધુ ત્રણ આરોપીને પકડીને જેલ હવાલે કરવામાં આવેલ છે.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ડિઝલની લૂંટની ફરિયાદ નોંધાયેલ હતો જેમાં જણાવ્યુ હતું કે, લાલપર ગામની સામે શ્રી હરી ચેમ્બર્સ પટેલ વિહાર હોટલની બાજુમાં વિજય ટ્રાન્સપોર્ટ ઓફીસ સામે પાર્ક કરેલ ટ્રકના ડ્રાઇવરો ટ્રકમાં સુતા હતા ત્યારે એક સફેદ કલરની સ્કોર્પીઓ ગાડીમાં ત્રણ અજાણ્યા કચ્છીભાષા બોલતા આશરે 35-40 વર્ષની ઉમરના શખ્સો આવ્યા હતા અને ટ્રકોની ડીઝલની ટાંકીઓમાંથી ડીઝલ કાઢવા જતા ટ્રકના ડ્રાઇવરો જાગી જતા તેઓએ પ્રતિકાર કરતા આ શખ્સોએ છરી બતાવી ડરાવી ધમકાવીને બે ગાડીઓમાંથી આશરે 550 લીટર ડીઝલની લુટ કરી હતી તેમજ બીજા ટ્રાન્સપોર્ટ વાળાના ટ્રકોમાંથી પણ આવી જ રીતે છરીની અણીએ લૂંટ કરવામાં આવી હતી જેથી કુલ મળીને 750 લિટર ડીઝલની લૂંટની ફરિયાદ નોંધાયેલ હતી જેથી કરીને આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી હતી. અને અગાઉ પોલીસે આરોપી આમદ ઉર્ફે ભાભો સીદીકભાઇ સમા અને શીવકુમાર હરીસિંગ કરણ ની ધરપકડ કરી હતી અને તેની પાસેથી લૂંટ કરેલ ડીઝલ અને બે ગાડી મળીને 10,74,850 નો મુદામાલ કબજે કર્યો હતો આ ગુનામાં ત્રણ આરોપીને પકડવાના બાકી હતાઆ કેસમાં નાસતા ફરતા ત્રણ ઈસમોને કચ્છ પોલીસે પકડ્યા હતા અને મોરબી તાલુકા પોલીસ હવાલે કર્યા હતા. જેમાં હનીફ ઓસમાણ સમા (32), અબુબકર રમજાન સમા (23) અને મજીદ તૈયબ સમા (25) રહે. ત્રણેય નાના દીનારા ખાવડા કચ્છ (ભુજ) વાળાઓનો સમાવેશ થાય છે. અને આ આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા જે રિમાન્ડ પૂરા થતાં આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવેલ છે.
