મોરબીના જેતપર રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત મોરબી ગ્રાહકસુરક્ષા મંડળે ગ્રાહકને વિમા કંપની પાસેથી ૩.૪૬ લાખનો ચેક અપાવ્યો મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે બંધ પડેલ લાઇટો ચાલુ કરવા માટે આપની માંગ


SHARE

















મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે બંધ પડેલ લાઇટો ચાલુ કરવા માટે આપની માંગ

મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે સ્ટ્રીટ લાઇટ ઘણા સમયથી બંધ છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા મહારાણા પ્રતાપ સર્કલ પાસે બંધ પડેલ લાઈટ ચાલુ કરવા માટે મહાપાલિકામાં રજૂઆત કરવામા આવેલ છે.

મોરબી ઝોન -૨ માં આવેલ મહારાણા પ્રતાપ સર્કલ પાસે ફ્લાયઓવર બ્રિજ બનાવવા માટેનું કામ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું છે જો કે, ગોકળગતિફ્લાયઓવર બ્રિજનું કામ ચાલી રહ્યું  છે અને ત્યાં ફ્લાયઓવર બ્રિજના કોલમ બનાવવા માટે મસમોટા ખાડા કરેલ છે. ત્યારે મહારાણા પ્રતાપ સર્કલ પાસે જે હાઇ માસ્ક લાઇટ મૂકવામાં આવી છે તે શોભાના ગાંઠીયા સમાન બની ગયેલ છે કેમ કે, તે લાઈટ બંધ પડેલ છે અને અન્ય સ્ટ્રીટ લાઈટ પણ ધણા સમયથી બંધ છે જેથી કરીને ગમે ત્યારે અકસ્માત થવાની ભીતિ સેવાઇ રહી છે ત્યારે લોકોની સલામતી માટે વહેલી તકે બંધ પડેલ લાઈતોને શરૂ કરવામાં આવે તે જરૂરી છે. હાલમાં રાત્રીના સમયે બસ સ્ટેશન પાસે ઉભેલા મુસાફરો સહિતના લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે છતાં તંત્ર આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે ત્યારે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના જીલ્લા મહામંત્રી પંકજભાઈ આદ્રોજા અને જીલ્લા ઓબીસી પ્રમુખ હિરેનભાઇ વૈષ્ણવ દ્વારા સ્ટ્રીટ લાઇટ વહેલમાં વહેલી તકે ચાલુ કરવામાં આવે તેવી માંગ કરેલ છે અને મહારાણા પ્રતાપ સર્કલથી મયુર બ્રિજ સુધી નવી સ્ટ્રીટ લાઈટ નાખવામાં આવે તેવી માંગ કરેલ છે.




Latest News