વાંકાનેરના માટેલ ગામે ખોડીયાર ચેમ્બર પાસે પાર્ક કરેલ બાઈકની ચોરી
ટંકારાના નસીતપર ગામે વાડી પાસે જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સ પકડાયા
SHARE







ટંકારાના નસીતપર ગામે વાડી પાસે જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સ પકડાયા
ટંકારા તાલુકાના નસીતપર ગામની સીમમાં ફૂલવાડી તરીકે ઓળખાતી વાડીના શેઢા પાસે જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા ત્રણ શખ્સો મળી આવતા પોલીસે તેની પાસેથી 5,900 ની રોકડ કબજે કરી હતી અને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધાયો છે.
જાણવા મળતી માહિતી પ્રમાણે ટંકારા તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે નસીતપર ગામની સીમમાં ફૂલવાડી તરીકે ઓળખાતી વાડીના શેઢા પાસે ઝાડ નીચે જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી મોસીનભાઈ અબ્દુલભાઈ રાઠોડ (33) રહે. લાતી પ્લોટ શેરી નં-4 મોરબી, આસિતભાઈ દિનેશભાઈ પસાયા (19) રહે. હાલ નસીતપર ગામ અશોકસિંહ ઝાલાની વાડીમાં તથા અકીલજાવેદ અબ્દુલભાઈ ચૌહાણ (28) રહે. મહેન્દ્રપરા શેરી નં- 20 મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી 5,900 ની રોકડ કબજે કરી હતી અને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.
વરલી જુગાર
મોરબીના જુના ઘૂટું રોડ ઉપર આકૃતિ સીરામીક પાસે વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી સાહિલભાઈ ઈશાભાઈ પલેજા (36) રહે. માળીયા ફાટક પાસે મોરબી વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે 600 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

