મોરબી અને વાંકાનેરમાં અપમૃત્યુના ત્રણ બનાવ: પરણીતા, આધેડ અને વૃદ્ધનું મોત મોરબીના બાયપાસ રોડ ઉપર રહેણાંક મકાનમાંથી દારૂની 72 બોટલ ઝડપાઈ, આરોપીની શોધખોળ મોરબીના લાલપર ગામે હોટલે સમાધાન કરવા આવેલા ચાર શખ્સોએ હોટલના માલિક સહિત બે વ્યક્તિઓને પાઇપ વડે મારમાર્યો મોરબીના ગાળા અને બહાદુરગઢ ગામના પાટીયા પાસે જુદા જુદા વાહનોમાંથી કુલ મળીને 970 લીટર ડીઝલની ચોરી મોરબીમાં સોલાર ફીટ કરવાનું કહીને વૃદ્ધ સાથે ઠગાઈ: એ ડિવિઝનમાં ગુનો નોંધાયો ટંકારાના સજનપર ગામે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ રજૂ કર્યો અદ્ભુત સાંસ્કૃતિક કાર્યક્રમ, વાલીઓએ સહિતના ગ્રામજનો મંત્રમુગ્ધ મોરબીમાં હિન્દુ સમ્મેલન, સામાજિક-ધાર્મિક પ્રસંગોમાં સ્ટીલની થાળી, વાટકા અને ગ્લાસનો જ ઉપયોગ કરવા સંકલ્પ વર્લ્ડ ટુર પર નિકળેલા જર્મનીના કાર્લ મોરબી જલારામ ધામના મહેમાન બન્યા
Breaking news
Morbi Today

મોરબીના સનાળા ગામ પાસે ડબલ સવારી બાઇક આડે રોજડું આવતા સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત


SHARE











મોરબીના સનાળા ગામ પાસે ડબલ સવારી બાઇક આડે રોજડું આવતા સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત

મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ સનાળા ગામ પાસે મેડિકલ કોલેજ સામેથી ડબલ સવારી બાઇક પસાર થઈ રહ્યું હતું ત્યારે બાઈકની આડે અચાનક રોજડું આવ્યું હતું જેથી બાઇક સ્લીપ થઈ ગયું હતું અને બાઈક ચાલક સહિત બંને વ્યક્તિને ઇજા થયેલ હતી જેમાં બાઇક ચાલકને વધુ ઇજા થયેલ હોવાથી તેનું મોત નીપજયું હતું આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના પિતાની ફરિયાદ લઈને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ ગીર સોમનાથ જિલ્લાના ગાભા ગામના રહેવાસી કરસનભાઈ દેવશીભાઈ વાઢેર (55) ની ફરિયાદ લઈને હાલમાં તેના મૃતક દીકરા જીતેન્દ્રભાઈ કરસનભાઈ વાઢેર (23) રહે. ગાભા ગામ તાલુકો તાલાળા વાળા સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે જેમાં ફરિયાદીએ જણાવ્યું છે કે, મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ સનાળા ગામ પાસે નવી બની રહેલ મેડિકલ કોલેજ સામે રસ્તા ઉપર થી ફરિયાદીનો દીકરો તેનું બાઈક નંબર જીજે 32 એન 7141 લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તેની સાથે બાઈકમાં ચિરાગભાઈ પણ બેઠેલ હતો અને બાઇક આડે રોજડુ ઉતરતા અકસ્માતે બાઈક સ્લીપ થઈ ગયું હતું જે બનાવમાં ચિરાગભાઈને માથાના ભાગે તથા શરીરે ઇજાઓ થઈ હતી જેથી તેને સારવારમાં લઈને આવ્યા હતા અને ફરિયાદીના દીકરા જીતેન્દ્રભાઈને માથામાં તથા બંને હાથમાં ગંભીર જાઓ થયેલ હોવાથી તેનું મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતકના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મારામારીમાં ઇજા

મોરબીના લાતી પ્લોટ પાસે આવેલ જોસનગર વિસ્તારમાં રહેતા તોફીક ઈસ્માઈલભાઈ કલાડિયા (27) નામના યુવાનને કોઈ કારણોસર લાતી પ્લોટ શેરી નં- 7 પાસે મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી

બાળકી સારવારમાં

મોરબીમાં રહેતા મોહનભાઈ પરમારની દીકરી ભાવના (10) તેના પિતા સાથે બાઈકમાં પાછળના ભાગે બેસીને જઈ રહી હતી ત્યારે કોઈ કારણોસર તે બાઈકમાંથી નીચે પડી જતા તેને ડાબા હાથમાં ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી.






Latest News