મોરબીમાં ભાડાનું મકાન ખાલી કરવાના ટેન્શનમાં આધેડે ઘરમાં જ અંતિમ પગલું ભર્યું
ટંકારાના દેવળીયા ગામ નજીક ચક્કર આવતા નીચે પડેલ યુવતીનું સારવારમાં મોત
SHARE







ટંકારાના દેવળીયા ગામ નજીક ચક્કર આવતા નીચે પડેલ યુવતીનું સારવારમાં મોત
ટંકારા તાલુકાના દેવળીયા (ઓટાળા) ગામે બંગાવડી રોડની નીચેની સાઈડમાં યુવતીને ચક્કર આવતા તે જમીન ઉપર પડી ગઈ હતી જેથી તેને સારવાર માટે પ્રથમ ટંકારાની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં ફરજ પરના ડોક્ટરે તે યુવતીને મૃત જાહેર કરી હતી ત્યારબાદ આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી
જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાના દેવળીયા ગામે હર્ષદભાઈ જસમતભાઈ ઘોડાસરાની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા રતનભાઇ મોંદાભાઇ રાઠવાની 18 વર્ષની દીકરી શારદીબેન બંગાવડી રોડની નીચેની સાઈડમાં હતી ત્યારે ત્યાં તેને કોઈપણ કારણોસર ચક્કર આવતા તે જમીન ઉપર પટકાઈ હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે ટંકારાની વેદ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કરી હતી અને ત્યાર બાદ યુવતીના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે થઈને રાજકોટની મેડિકલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

