મોરબીના વીસીપરામાં એસપીની આગેવાનીમાં ફૂટ પેટ્રોલિંગ, કોમ્બિંગ અને વાહન ચેકિંગ કરાયું
મોરબીમાં ભાડાનું મકાન ખાલી કરવાના ટેન્શનમાં આધેડે ઘરમાં જ અંતિમ પગલું ભર્યું
SHARE








મોરબીમાં ભાડાનું મકાન ખાલી કરવાના ટેન્શનમાં આધેડે ઘરમાં જ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
મોરબી શહેરના વાવડી રોડ ઉપર આવેલ સોમૈયા સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા આધેડનું મકાન મૂળ માલિકે વેચી નાખ્યું હતું અને બીજી કોઈ જગ્યાએ ભાડેથી મકાનની વ્યવસ્થા ન થતા ટેન્શનમાં આવી ગયેલા આધેડે પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ આ બનાવની મૃતક આધેડના પત્ની દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના વાવડી રોડ ઉપર આવેલ સોમૈયા સોસાયટીમાં રાજેશભાઈ અમૃતલાલ ગોહિલ (52)એ પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આપઘાતના આ બનાવની મૃતક આધેડના પત્ની ચંદ્રિકાબેન રાજેશભાઈ ગોહિલ (36) રહે. સોમૈયા સોસાયટી મોરબી વાળાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી હતી અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક આધેડ ભાડાના મકાનમાં રહેતા હતા અને તે મકાનના માલિકે 10 દિવસ પહેલા આ મકાનનું વેચાણ કરી નાખ્યું હતું અને બીજી કોઈ જગ્યાએ ભાડેથી મકાનની વ્યવસ્થા થઈ શકી ન હતી જેથી ટેન્શનમાં આવી ગયેલ આધેડે પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે જે બનાવની પોલીસે નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

